________________
(૧૩). મેળવે છે, તે મારે પણ હવે અવશ્ય પ્રયત્ન કરે,કદાચ એનું જાગ્રત ભાગ્યેજ મને પ્રેરણા કરતું હશે તો કોને માલુમ! બસ એજ નિશ્ચય, જેમ બને તેમ પાટલીપુત્ર તરફ રવાને થાઉં. મારી સંગીત વિદ્યાના ચમત્કારથી એમને પ્રસન્ન કરી વરદાન માગી લ?” વિચારમાં ને વિચારમાં એ પ્રમાણે નિશ્ચય થવાથી કુણાલે પિતાનો નિશ્ચય પિતાની માતાને કહી સંભલાવ્યો. એની વાત સાંભળીને સુનંદા વગેરે સર્વે પ્રસન્ન થયાં સુનંદાએ આશિષ આપી. “દીકરા ? તારું કાર્ય સત્વર સિદ્ધ થજે? ને દુશ્મનના મનોરથ નિષ્ફળ થજે?”
હું પણ ઇચ્છું કે કુમાર ! તમારા કામમાં તમને વિજય મળે!” ચંદાએ પણ કહ્યું.
દીકરા! અહીંથી પાટલીપુત્ર દૂર છે. તેને મુશ્કેલી ન પડે માટે તું સાથે કોને લઈ જવા ઈચ્છે છે વારૂ !” સુનંદાએ કહ્યું.
કોઈને નહી માતાજી? હું એકાકી જવા ઇચ્છું છું. તેય વળી ગુપ્ત રીતે ! પિતા મને ઓળખે તેવી રીતે પણ નહી પછી પાછળથી અનુકૂળ સમયે ભલે ઓળખે ! પણ અહીંથી તો ગુપ્ત વેશેજ એક અંધ ગવૈયાના વેગમાં નીકળીને ફરતે ફરતો હું પાટલીપુત્રમાં જઈશ.”
દીકરા ! રસ્તામાં તું એક અપંગ હોવાથી ખાવા પીવાની તેને અડચણ પડશે. માટેજ સાથે એક જણને રાખવાથી તેને ઠીક પડશે. ” સુનંદાએ રસ્તાની મુકેલી બતાવી. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com