________________
(૧૬૬) કરત ને મેં મલકાવત, ઉછળતો સર્વના હર્ષમાં વધારે કરવા લાગ્યા. તુરતજ એક દાસીએ દોડી આવીને કુણાલને વધામણું આપી.
પુત્ર જન્મની વાત સાંભળી કુણાલ ખુશી થયે, પણ વળી વિચાર થયો કે “મારા જેવાના ઘરમાં જન્મ ધારણ કરનાર એ પુત્રનું એવું શું ભાગ્ય હશે? તે છતાં હશે દેવની મરજી હશે તેમ થશે.” વધામણીમાં દાસીને ખુશી કરી, પોતાની શક્તિ અનુસાર એને ભેટ આપી.
પુત્રજન્મની વધામણીથી આજે આખા ઘરમાં આનંદ આનંદ હતો. આજને આનંદ ભવિષ્યના આનંદની ઝાંખી રૂપ હતો એવું કોણ જાણતું હતું !
–ાજીપ્રકરણું ૨૦ મું.
આશાને હિંડોળે. વત્સ ! આજે તું ઉયિનીના સિંહાસન ઉપર હોત તે આ દીકરાનો કે જન્મ મહોત્સવ થાત ! છતાં દીકરે નશીબદાર છે એ સંતોષની વાત છે.” પુત્ર જમ્યા પછીના
એક દિવસે સુનંદાએ અવસર મેલવીને કુણાલને કહ્યું એ કહેવામાં એનું લક્ષ્ય આજે કાંઈ જુદું જ હતું.
કુમાર ? શો ગભરૂ આ છોકરો છે. એને નિહાળવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com