________________
(૧૬૮). તે મેટું છે? જે ને ખોળામાં પણ એ લુચ્ચે કેવાં તોફાન કરી રહ્યો છે.” બાળપુત્રને રમાડતી સુનંદાએ પુત્રને કુણાલના ખોળામાં મુકો. “લે આ તારો પુત્ર ! રમાડ એને ! એના કુણા માખણ જેવા શરીર ઉપર હાથ તો ફેરવ જરી !”
કુણાલ ખેાળામાં રમતા એ બાળશિશુના શરીર ઉપર હાથ ફેરવતો એને લાડ લડાવા લાગ્યો. એ ચપળ વૃત્તિવાળું બાળક ખેાળામાં આમતેમ ઉછળતું, હાથ પગ પછાડતું આળોટવા લાગ્યું. બાળકના મોઢા ઉપર મધુર સ્મિત હતું એ સ્મિત વદનમાંથી શત્રુને ભડકાવનારા બાલ્યોચિત પડકારા નિકળી રહ્યા હતા.
ખેાળામાં રમાડતાં કુણાલ બે. “દીકરા! મારા કરતાં મારા પિતાને ત્યાં તું જ હોત તો કદાચ મોટા રાજ્યને ધણી થાત ? અથવા તો આજે પાટવી મહેદ્રકુમાર છે એને ત્યાં જન્મ થવાથી તું ભવિષ્યમાં તારે હક્ક નક્કી કરત. પણ ખેર દેવે તને મારે ત્યાં જન્મ આપે તે ભલે ? તારા હિતને માટે હવે હું શું કરું ?”
એના હિતને માટે તું એકકામ કર, દીકરા? ઘણાદિવસથી મારા મનમાં તારા દીકરાનું મેં જેવાની અભિલાષા હતી તે વિધિઓ પૂરી કરી છે, બાકીની એક અભિલાષા તું પુરી કર ?”
“કેણ હું? માતા? હું અંધ માણસ બોલો તમારી થી અભિલાષા પૂરી કરૂં? મારાથી એ બની શકે તેમ છે કે નહી? જે બની શકે તેવી હશે તે અવશ્ય પૂર્ણ કરીશ.” જીજ્ઞાસાથી કુણાલ બોલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com