________________
(૧૫૮) સાધુના હદયમાં છેલ્લે શુભ ભાવ જાગૃત થયે અહી? હું કાણુ? કે જેની આવા મોટા મુનિઓ અને શ્રીમાને સેવા કરે છે. એ બધો મારા આ અવ્યક્ત સામાયકને જ પ્રભાવ? સાધુ ધર્મનું જ એ મહાગ્ય છે કે જે મુનિ ધર્મને મોટા મોટા શ્રીમાને પણ નમે છે. આહા? આખરે મરવા સમયે પણ મને દીક્ષા પ્રાપ્ત થઈ એ ઘણું જ સારું થયું. ” ઈત્યાદિ વિચાર કરતા અને અનેક શ્રીમન્તોથી સેવાતો એ દુમક સાધુ પિતાનું આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે. શ્રાવકોએ એ મુનિના શ રીરને ચગ્ય એની મૃત્યુ કિયા કરી.
પ્રકરણ ૧૯ મું.
આશાનું એક કિરણ. પ્રભુ! વિશ્વવત્સલ ! અમારા સામું જે ? સુખનું સ્વપ્ન દેખાડી કયા પાપે અમને આ અથાગ દુઃખના ખાડામાં ફેંકી દીધાં, તે હજી લગી પણ અમે બહાર નિકળવા શકિતવાન થતાં નથી. અરર! શું ધાર્યું હતું ને શું થઈ ગયું! માણસ શું ધારે છે ! વિધિ જુદુજ કરે છે. આ દુ:ખમાંથી ઉગરવાને ને શત્રુના મનોરથ નિષ્ફળ કરવાને હવે માત્ર અને મારે એકજ ઉપાય છે. અને તે ઉપાય હે દેવ ! તારેજ હાથ છે. તે વકપણે જેમ અમારી અધોગતિ કરી છે તેમ હવે અમારે ઉદ્ધાર કર? અમારી મનોકામના પુર્ણ કર? ” પ્રભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com