________________
( ૧૫૭ ) ભાજન કર્યું કે શ્વાસોશ્વાસની ગતિ પણ એની મંદ પડી ગઈ તેમાં પણ મોદક જેવા મધુર અને મિષ્ટ ભેજનને માદક ખોરાક ! જેથી વાયુથી ભરેલી ધમણની માફક એનું ઉદર ફુલી ગયું, શ્રાદ્ધમાં જમી આવેલા બાહમણની માફક તે ક્ષણવાર સૂતો, હવે અત્યંત વૃતવાળું ને અતિ પ્રમાણમાં વપરાયેલું ભોજન નહી પચવાથી શૂળની વ્યાધિવાળા ઘોડાની પેઠે દુમકને ગુપ્ત રીતે વિભુચિકા થવાથી ભૂમિ ઉપર આળોટવા લાગ્યા.
હવે ગુરૂ મહારાજે એની છેલ્લી ઈચ્છા તૃપ્ત કરવાને પૂછ્યું “વત્સ! તારી હવે શી ઈચ્છા છે !”
ખથી પીડાતા દુમક સાધુએ કહયું “પ્રભુ ! જ્યાં આપ સમાન સાક્ષાત્ કલ્પવૃક્ષે ફળતાં હોય ત્યાં મને હવે શી ઇચ્છા હોય ! હવે તે આ સમયે આપજ મને શરણ થાઓ? આપના શરણમાં જ મારી શુભગતિ થાઓ ?”
દુમકના અલ્પ આયુષ્યના હવે છેલ્લા શ્વાસોશ્વાસ જણાતાં એના ભાવ વધારવાને અર્થે ગુરૂએ રૂદ્ધિમાન શ્રાવકેને એની સેવા કરવાને મેકલ્યા. તેમજ સાધુઓ પણ નિર્દોષ દવાદારૂથી એની સેવા કરવા લાગ્યા, મોટા મોટા સાધુઓ અને રૂદ્ધિ સમૃદ્વિવાળા શ્રાવકો કે જે એક વખતે એને ગાળો દેતા હતા, તે સવિનય પૂર્વક ખડે પગે અત્યારે એની સેવામાં હાજર હતા. કઈ એના પગ દાબતા, તે કેઈએના પેટે દવા ચળતા, કોઈ મસ્તકે દવા ઘસતા. ઈત્યાદિ પોતાની સેવા થતી જોઈ એ મક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com