________________
(૧૬૨ ) “ખચીત ! તે છતાં આશા દુરાશા છે. દુ:ખીઆઓને આશા એજ જીવન છે.” સુનંદા બેલી.
પરમકૃપાળુ પરમાત્મા તમારા મને રથ સફળ કરે?”
તારું બ્રહ્મચારિણીનું વચન સત્ય થાઓ? તારૂને મારૂં તપ, કુણાલની પ્રભુભકિત એ કાંઈ નિષ્ફળ તો નહી જ જાય.”
બને જણ એ પ્રમાણે વાત્તાલાપ કરતાં હતાં, હજીતે તેઓ ઉડ્યાં પણ નહોતાં, એવામાં શરતકુમારી ત્યાં આવી, એનું હૈયું પ્રસન્ન હતું. વદન ઉપર આનંદની સુરખી છવાઈ હતી. એ પ્રસન્ન વદન જોતાં સુનંદાએ છું.શરત? આજે તે કઈ અત્યારમાંજ આનંદ ! શું છે કાંઈ?”
“બાઈજી? એક ખુશખબર કહું ! આજ કેટલાય દિવસથી મારા મનમાં એ વાત હતી, પણ મને શંકા હતી, બસ હવે મને ખાતરી થઈ. ” વાત કરતી કરતી શરતકુમારી ચંદાની સેડમાં ભરાઈ એની જેડમાં બેઠી.
ચંદા અને શરતકુમારી લગભગ સરખી ઉમરનાં હતાં, બન્ને સુંદર અને બુદ્ધિમાન હતાં તેમજ સાદું જીવન ગાળનારાં હતાં. જેથી બન્નેમાં સખ્યપણું સારી રીતે હતું. બને એક બીજાની ખાનગી વાતો કરી એકાંતમાં નિર્દોષ વિનોદ કરી મન પ્રસન્ન કરતાં હત. ચંદા પણ શરતકુમારીને એકાંતમાં ખાનગી વાતે પૂછીને એને વરઘેલી કહીને બનાવતી હતી. બન્નેને
એવી રીતે સુખમાં કાળ નિર્ગમન થતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com