________________
(૧૬) “ચંદી! દીકરી! કદાચિત એ ન થઈ શકે પણ એક ચીજ તે અવશ્ય થઈ શકે! કે જે ચીજ ઉપર આશા રાખીને હું જીવું છું.”
ચંદા સુનંદાના શબ્દો સાંભળીને ચમકી. એણે આતુરતાથી પૂછ્યું. “મોટી બેન? અને એ કયી ચીજ વારૂ?”
તે એ કે શરત વહુને સારો દિવસ તો આવી શકે? શરતશ્રી જે દેવ ઉછાએ કોઈ ભાગ્યવંત પુત્રનો જન્મ આપે તો............” સુનંદા બોલતાં અટકી ગઈ.
“તો શું !” ચંદાએ પૂછ્યું. “એ પુત્ર શું કરી શકે?”
“સંભવ છે કે એ પુત્રના પુણ્યથી આપણે આપણે ગયેલે વૈભવ પાછો મેળવી શકીએ, એટલું જ નહી પણ શત્રુના મનોરથ નિષ્ફળ પણ કરી શકીએ.” સુનંદાએ પોતાના મનની વાત કહી સંભળાવી.
તમારી ધારણું પ્રમાણે બને તે કદાચ આપણે ફાવી શકીએ એમ તમારું માનવું છે?”
હું તો શરતના સારા દિવસની જ રાહ જોઉ છું ચંદા? તે પછી પણ આપણે તે બનતા પ્રયાસો કરવાના છે. ફલ તે દેવાધિન છે?”
“એવી દેવાધિન વસ્તુ ઉપર ભરૂસ કેમ રખાય ! જગતમાં કાંઈ ઓછું જ આપણું ધાર્યું બને છે તે?”
11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com