________________
( ૧૭ ) નંદના સુભટોએ ગરદન પકડીને એને બહાર કાઢી મુકે.
નગરની બહાર નિકળેલાં ચાણક્ય જ્યારે એને જુઓ શાંત થયો ત્યારે મનમાં વિચાર તો થયે “ અરે ! મેં કેવી આકરી પ્રતિજ્ઞા કરી? ક્રોધને વશ થઈ આવી વિષમ પ્રતિજ્ઞા કરેલી કેવી રીતે હું સિદ્ધ કરીશ જે થયું તે ખરું પણ હવે પ્રતિજ્ઞા તે પૂર્ણ કરવી જોઈએ કેમકે રણસંગ્રામમાં મરવું, પણ લોકમાં હાસીને પાત્ર થઈને તો નજ જીવવું. મને યાદ છે કે બચપણમાં જ્યારે મારો જન્મ થયે તે વખતે મારી દાઢનું વૃત્તાંત અમારા ગુરૂ સાગરસૂરિ નામના પ્રખ્યાત આચાર્યને મારા પિતાએ એનું ફલ કહી પૂછેલું. ત્યારે ગુરૂએ કહેલું કે “તારો પુત્ર મહાબુદ્ધિવાન અને મોટો રાજા થશે. ”
પણ પિતાએ નરકને આપનારૂં રાજય સમજી મારી દાઢે પાંચીકાથી ઘસી નાખી. અને તે હકીકત ફરીને ગુરૂને નિવેદન કરી. તેથી ગુરૂએ પિતાને ઠપકો આપે “હે ભદ્ર! તે આ શું કર્યું. ! પ્રાણીઓએ જેવું કર્મ કર્યું હોય તેવું અવશ્ય ભેગવું પડે છે. તે બાલકની દાઢાઓ. ઘસી નાખી છે છતાં કોઈને આગેવાની કરીને એ મેટું રાજ્ય ભગવશે.” પૂર્વે સાંભળેલી એ વાત અત્યારે સ્મરણમાં આવે છે માટે , માટે પ્રયત્ન કરવો એજ કર્તવ્ય છે. દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ.
બસ સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે, પૃથ્વી ઉલટાઈ જાય પણ મારું વચનષ્કદિ નિષ્ફળ ન થાય. ” ઈત્યાદિ વિચાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com