________________
• ( ૧૮ ચાણકયે પરિવ્રાજકને વેશ ધારણ કરી જ્યાં ત્યાં પરિભ્રમણ કરવા માંડયું. તે નંદરાજાના મયુરપષકેના ગામમાં ગમે તે સમયે મયુરપષકોના નાયકની પુત્રીને ગર્ભ રહ્યો હતે એને ચંદ્રનું પાન કરવાને દેહદ ઉત્પન્ન થયો હતો પણ એની એ અભિલાષ પુર્ણ ન થવાથી યમને ઘેર જવા જેવી થઈ ગઈ હતી.
નાયકે ચાણક્યને વાત કરવાથી એ ગર્ભ પિતાને આપવાની શરતે એણે નાયકની પુત્રીને અભિલાષ બુદ્ધિ પૂર્વક પૂર્ણ કર્યો.
ચાણક્ય ત્યાંથી ધાતુઓની ખાણમાં ગમે ત્યાં ધાતુવદી લોકો પાસેથી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી પાછો આવ્ય તો એક બાળક રાજા બનીને છોકરાઓ સાથે રમત કરતાં જે. અત્યંત ગર્વિષ એવા તે બાળકની સુંદરતા, ચાલાકી જોઈ ચાણક્ય ખુશી થયે એ બાલક પાસે જઈ તે બે “ દેવ ? હું બ્રાહ્મણ છું મને પણ કંઈક આપને ?
અરે બ્રાહ્મણ? આ ગાનાં ટેળાં ચરે છે એ તું લઈ જા?” એ ગર્વિષ્ઠ બાલકે કહ્યું.
તે તે એના માલિકે મને મારી જ નાખેને ?” ચાણકયે કહ્યું.
અરે શું તું નથી જાણતા કે પૃથ્વી તો તલવારને બળે ભેગવી શકાય છે?” બાલકના શૂરવીરતાનાં વાક્ય સાંભળી ચાણકયે તપાસ કરી કે “આ બાલક કેન છે?”
તેને ખબર પડી કે આ બાળક ગામના નાયકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com