________________
(૧૩૩) રહેવું પડે છે તે કદાચ તારા ધ્યાનમાં નહીં હોય? ને તું તે હજી બચ્યું છે?”
જે કે મને તમારી રાજ્ય રીતિને અનુભવ નથી. છતાં તમારે ત્યાં રહેતાં હું અ૫સમયમાં જાણીતી થઈ જઈશ. તમારા કાર્યમાં જેમ બને તેમ હું મદદગાર થઈશ.”
ઠીક ત્યારે આજથી તું મારી તહેનાતમાં રહે દીકરી! યાદ રાખજે મારે વિશ્વાસ મેળવીશ તો તું સુખી થઈશ. તારા સંદર્યને ગ્ય તનેગ્ય વર પરણાવીશ.”એ બાઈ હસી.
એ રૂવાબદાર બાઈ તે તિષ્યરક્ષિતાની માનીતી દાસી– સખી શ્યામા હતી. શ્યામા રાજકુંવરની ધાત્રી તેમજ પરાણીની માનીતી હોવાથી અહીંયા અવંતીમાં કુમાર-યુવરાજ મહેંદ્રની સંભાળનું કામ સ્ત્રી વર્ગમાં એનેજ મુખ્યતાએ ભળાવવામાં આવ્યું હતું. શ્યામા અહીંયા મોટા ઠાઠમાઠ સાથે રહેતી હતી. અંતઃપુરમાં દરેક દાસ દાસીઓમાં સ્યામા રાણી જેટલું માન ભગવતી ને દરેકના ઉપર હુકમ ચલાવી શકતી હતી. | નેકરીની ઉમેદવાર બાળા ચંદાએ ભજવેલો પાઠ આ રીતે સફળ થય ને શ્યામાના કામકાજમાં પળેટાઈ એને પ્રસન્ન કરવાના હેતુ એણે સાધ્ય કરવા માંડ્યો. શા માટે એણે શ્યામાની નેકરી ભજવવાને નાટક શરૂ કર્યો એ તો
એનું હૃદય જાણે. પણ ચંદાએ ખંતથી શ્યામાની સેવા બજાવતાં • અલ્પકાળમાં જ એણે શ્યામાને વિશ્વાસ મેળવી લીધો, એટShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com