________________
(૧૪૩) પ્રકરણ ૧૭મું.
કુણાલની પ્રભુ ભકિત. આશાના પાશમાં સપડાયેલો મનુષ્ય કાળ જવા છતાં પણ પિતાને અજર અમર માનીને નિરંકુશપણે સંસારચક્રમાં આગળને આગળ ધપ્યાં જાય છે. સુખી માણસને ગમે તેટલો સમય જવા છતાં પણ એને જતા એવા કાળની ખબર પડતી નથી. તેમ દુ:ખીયા માણસોના એકએક દિવસ યુગસમા છતાં એપણ સ્વપ્નની માફક પસાર થાય છે. કાળને કાંઈ આદિ નથી તેમજ એનો અંત પણ નથી. સંસારચક્રમાં પ્રાણરૂપી પાત્રને કર્મના નિમિત્તે અનેક પ્રકારના નાચ નચવત નિર્ભયપણે તે આગળ વધે તે હતો. યુવરાજ કુણાલને અંધ થયાને પણ આજે દશ કરતાં વધારે વર્ષ વહી ગયાં હતાં. એ આઠ વર્ષને બાલક મટીને આજે વીશ બાવીશ વર્ષને યુવાન થયું હતું જે વૈવનમાં હતા તેમની યુવાની બદલાતાં પ્રૌઢ અવસ્થાનાં ચિન્હ પ્રગટ દેખાતાં હતાં. પ્રૌઢ વૃદ્ધાવસ્થાનાં દુઃખ અનુભવી રહ્યા હતા. પુદ્ગુલ સમુહથી બનેલું આ શરીર અનેક પ્રકારના ફેરફારને ધારણ કરતું પિતપોતાના રૂપમાં પરિવર્તન કરતું હતું.
એ અરસામાં કંઈ કંઈ ઘટનાઓ બની ગઈ. જગતની સપાટી ઉપર નહી બની શકે એવું કંઈયે નથી. અંધ કુણાલ પ્રભુભકિતમાં ઘણેજ આગળ વધી ગયો હતો. એનાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com