________________
(૧૫) હદયની એકાગ્રવૃત્તિઓ અનંત શક્તિવાનને વિનવતી શુભ પુદગલોનું વાતાવરણ તે એકઠું કરતી હતી. એ શુભ પુણ્યમય પુદગલોથી પાપનો નાશ થતો હતો શેષ ભેગવઈને છુટતાં હતાં, સુનંદાના એવીરીતે શોકમાં દિવસો વ્યતીત થતા હતા.
સુનંદાની વિનતિથી મહારાજ અશેકે ઉમરમાં આવતાં એક રાજકન્યા સાથે અંધ કુણાલનું પાણિગ્રહણ કરાવ્યું હતું, રાજકાજમાં ગુંથાયેલા અશેકની સ્મૃતિમાંથી કુણાલ તે લગભગ હવે ભૂસાઈ ગયો હતો. પરન્તુ સુનંદા તરફથી પ્રસંગેપાત જ્યારે સમાચાર આવતા તે સમયે મહારાજને સ્મૃતિ થતી. અને એવી જ એક સ્મૃતિથી અશેકે અંધ કુણાલને પરણાવી દીધો હતો.
સુનંદા કાંઈક વિચારક હતી, દીર્ઘ દષ્ટિવાળી હતી. મહારાજ. અશેક માતે કુણાલનાં લગ્ન થાય એમાં એને કાંઈક છુપે ઉદ્દેશ હતો. જો કે તે ઉદ્દેશ સાધ્ય થવો એ તે દેવાધિન વાત છે. છતાં મનુષ્ય પ્રયત્ન તે અવશ્ય કરો જેઈએ. દેવાધિન હોવાથી એવી પ્રવૃતિને અશકય માની જે મનુષ્ય પ્રયતન છેડી દે તો એને કાંઈ લાભ થતું નથી. તેથી જ ગમે તેવી મુશીબતે છતાં નાહિંમત ન બનતાં સુકૃત્ય, પ્રભુભકિત, પુણ્યમય જીવન, વગેરેથી શુભ વાતાવરણ મનુષ્ય એકઠું કરી અંતરાયને હઠાવવું જોઈએ. સુનંદાએ પણ ભવિવ્યની કોઈ અપૂર્વ સુખની આશાએ કુણાલની મરજી નહીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com