________________
( ૧૫૩) જેવાને તે સવપ્નામાંય પણ દુર્લભ એવા સિંહ કેશરીયા લાડુ એની ભિક્ષા મળે છે, ત્યારે નારકી સરખા અમે કાલાવાલા કરીને એમને આજીજી કરીયે છીએ છતાં કયાંયથી અન્ન પણ લેશમાત્ર મલતું નથી. અહા ? સમયની વિચિત્રતા તે જુઓ!
એવી સ્થિતિ છતાં કદાચ કોઈ તુચ્છ એવું કંઇક આપે છે તે કેટલાય તિરસ્કાર ને ગાળોના શિરપાવરૂપ ઝેરમય વચ્ચેનોથી મિશ્રિત થયેલું તે હોય છે. માટે દયા રૂપી ધનવાળા આ સાધુઓની હું પ્રાર્થના કરું કે જે એમાંથી કંઈક–થોડુંક પણ આપે ? ” એમ વિચારતો કંગાળ ભિક્ષુક એમના નિકળવાની રાહ જોતો ત્યાં ઉભો રહ્યો.
જ્યારે બન્ને મુનિઓ ધનાના મકાનમાંથી નીકળ્યા, એટલે આ ભિખારી એમની પાછળ ચાલ્ય, એમની પાસે આવીને યાચના કરવા લાગ્યા, હે ભગવંત ! બબે ત્રણ ત્રણ દિવસે થયાં ભુખના દુ:ખથી હું મરી જાઉં છું. છતાં કઈ જરીય ભિક્ષા આપતું નથી. આપ કૃપા કરી થોડીક ભિક્ષા આપ તે આપને મોટું જીવ દયાનું પુણ્ય થશે, એક જીવ મરતે બચશે.”
“હે ભદ્ર? અમે આ ભિક્ષા લઈ જઈએ એટલું જ માત્ર!” અને મુનિઓમાંથી એક મુનિએ કહ્યું,
“કેમ ! આપ સરખા પણ આવું અસત્ય ભાષણ કરે છે; અ૨૨૨ ! શી દુન્યા થઈ ગઈ! કે બારિક સમય આવ્ય!” ભિખારી ઘણે ઓશીયાળ બની ગયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com