________________
(૧પ) સ્થાની તે વાત શી! પશુની માફક વનસ્પતિ ખાઈને આ મનુષ્ય જીવનને ટકાવી રાખવાને વ્યર્થ પ્રયત્ન કરતા હતા. અન્ન માટે હાથ માથાં કુટતાં પણ એમના નશીબમાં અન્ન ન હતું. હજારે અન્ન વિના અન્ન અન્ન કરતા જલ વગર માછલાની જેમ તરફડતા હતા. હજારે મોતની પથારીમાં ફકત અન્ન વગર જ સુતા હતા હજારો ખાઉં ખાઉં કરતાં આ લોક છેડી પરલોક તરફ ગમન કરતા હતા. કંઈ ભિખારીઓ અને માટે રૂદન કરી રહ્યા હતા. પણ એ રૂદનનો ધ્વનિ કે દાતારને કાને અથડાતો નહી કે જગડુશાહની માફક બહાર ધસી આવી લાખો નિરાશીઓને આશાનું અવલંબન આપે ! અન્ન માટે હાથ પગ ઘસતા કોઈ એક રાક-
ભિખારી ફરીને પોતાનું પ્રારબ્ધ અજમાવવાને શહેરમાં ભીખને ટુકડે મેળવવાને નિકળે. પેટમાં બે ત્રણ દિવસથી મુદ્દલે કાઈ પડયું નહોતું. હમેશના અને અભાવે એના ચહેરે મેતના જેવા ફિક્કો પડી ગયેલું હતું. ચાલવાની એની શક્તિ મંદ પડી ગઈ હતી. છતાં આ છેલ્લી વખતનો એના પ્રયાસ હતો. કોશાઓના અમીરના ઘેર ઘેર ફર્યો પણ લાકડીને ગાળોજ એને અન્નને બદલે મળી હતી. નિરાશ થયેલે એ ભિખારી ધન નામના એક ધનાસ્ત્રના આંગણામાં આવ્યો, ઘરના આંગણા બહાર ઘણીવાર સુધી ઉભે; એક રેટલાના ટુકડા માટે અનેક પ્રકારના કાલાવાલા કરવા લાગ્યો. છતાં એ કંગાલના કાલાવાલા સાંભળવાની કોઈને પણ પરવા નહોતી.
એવામાં આર્યસુહતિ સ્વામીના બે સાધુએ ગુરૂની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com