________________
( ૧૪૭) પોતાનું કાર્ય પાર પડતાંજ ચંદા એકદમ અવંતીના રાજમહાલયમાંથી ગુમ થઈ ગઈ હતી. પિતાની જવાની ઈચ્છા થઈ ત્યારે એણે એવો સંગ ઉભે કર્યો કે એના ગુમ થયા પછી સર્વ કેઈ અનેક પ્રકારની કલ્પના કરવા લાગ્યું. કઈ કહે એ કુવે પડીને મરી ગઈ. કેઈ કહે જુવાન હતો તેથી કેને લઈને ભાગી ગઈ. જગતમાં પુરૂષે તે સ્ત્રીઓનું હરણ કરે એતો ઠીક, પણ આણેજ કેઈ પુરૂષને જ ઉપાડીને પુરૂષ હર.
ને દાખલો બેસાડો. ગમે તેમ જેને જેમ ફાવે તેમ ભલે બોલે, દુનિયાને મેં એ કાંઈ તાળું દેવાતું નથી.
ચંદા જેવી અવંતીના રાજમહાલયમાંથી ગુમ થઈ કે શ્યામાને અનેક પ્રકારની કપના થવા લાગી. “શું એ મારે ગર લેવા તે નહી આવી હાય! હુંય રાંડ ભેળી કે એના મિથ્યા મેહમાં સપડાઈ મેં હૈયાની વાત કરી દીધી. અથવા તે એના જેવી એક અજાણ બાઈને મેં મારી તહેનાતમાં રાખી એજ ઠીક ન કર્યું, અને રાખતાં શું રાખી તો ઠીક ! પણ મારા હૈયાની છુપી વાત મેં એને કહી એ બીજી ભૂલ! હશે ! હવે જે થયું તે ખરું ! એના જેવી એક ગરીબ કંગાલ છોકરી મને શું કરી શકે છે ! કદાચ માનો કે મારી વાતનો સાર લેવા આવી હશે તો મારા પગનું જુતુ ફાટયું, એમાં તે શું થઈ ગયું કે એ તુચ્છ સ્ત્રી માટે હું આટલો બધો વિચાર કરે છું, મારી સત્તા, મારે વૈભવ, મારો દરદમામ અને હું તે કોણ?
ચંદાએ સુનંદા પાસે આવીને સર્વે વાત કહી સંભળાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com