________________
(૧૪૪) ભજનીયાંની ધુન, સિતારના મધુર અવાજ, એના કંઠના. મધુરતા એ બધાં અદ્ભુત હતાં. તેમાંય એના હૈયામાંથી નિકળતું એ ભાવપૂર્ણ મધુરગાન તે ન્યારું જ હતું. એની પ્રવિણતાની હદ તો ઘણીજ ઉંચી હતી. ભકિતમય ગાનતાનમાં સાંભળનારા તે ડુબી જ જતા. ખાવું પીવું બધુંય ભૂલી જતા, ભકતોની મંડળી જમાવી અંધ કુણાલ પિતાના જીવનને એવી રીતે પ્રભુ ભકિતમાં ખેંચી ગયો હતે. ભક્તિરસ પ્રધાનગાનમાં એની પ્રખ્યાતિ એટલી બધી વધી ગઈ કે દૂર દૂરથી પણ લોકો આવીને એના મધુરકંઠમાંથી નિકળતા ભકિતરસનું પાન કરતા હતા.
આટલો બધો કાળ પસાર થયે છતાં સુનંદાનું હૈયું એવું ને એવું શેકપુર્ણ હતું હમેશાં એ પ્રભુને પ્રાર્થના કરતી કે “હે પ્રભુ! શું હવે હમારે અંદગી પર્યત આવી જ રીતે મરવાનું! એ નિરાધારના બેલી! અનાથનાનાથ! અમારી વફાદારીનું આ પરિણામ! શું તું દુર્જનોના મનોરથ સફલ કરીશ! હાય ! જગતમાં લોકો કહે છે કે સત્યને જય થયે? પણ અમને તે એને ઉલટેજ અનુભવ મળે ! હા દેવ? જે તારામાં કોઈપણ શકિત હોય તો અમને ઉપર લઈ ? અને પિતાની દુર્જનતાથી આજે વરસો થયાં જેના મરથ સફલ થયા છે એને નિષ્ફળ કરે ?” આજ વર્ષો થયાં છતાં હજી લગણ તે એની પ્રાર્થના સફલ થઈ નહોતી. છતાં સુનંદાની ધીરજની હદ હતી. એને પ્રભુ ઉપર દઢ વિશ્વાસ હતો, પ્રતિદિવસ પ્રાર્થના કરી ભક્તિપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com