________________
( ૧૪ર) મહારાજને અનેક પ્રકારે આડું સમજાવવા જતો હતો પણ મહારાણું તિષ્યરક્ષિતાએ એકાંતમાં એને એવો તે મોતનો ડર બતાવ્યો કે એ સડકજ થઈ ગયે. વાતનો ફણગે કયાંય પણ ન કુટે એવી આકરી પ્રતિજ્ઞા કરાવી ત્યારે તો એ પ્રધાન જીવતે છુટ્યો, નહીતર એજ સમયે એની અજલ પોકારી રહી હતી, સમજ!”સ્થામાએ ચંદાના હુલાસમાં ને હલાસમાં આસ્તે આસ્તે સત્ય હકીકત કહી દીધી. ત્યારેજ એનું હૈયું કાઈક શાંત થયું.
પિતા ઉપર એને શકન આવે માટે ચંદાએ વળી હાસ્ય છ્યું “પરમ કૃપાળુ ભગવદ્ વ્હાલી સખી? તમને શ્યામાને બદલે શ્યામલાલ બનાવી દે તો કેવું સારું ?”
તે તે બસ હું રાજાને તું રાણી; કેમ ખરૂને ?” શ્યામા જેસથી એને છાતી સાથે ભીડી નાખતી બોલી. વાતના રસમાં એવો તે એને આનંદ પડતું હતું કે એનું દરદ પણ બધું જતું રહ્યું હતું.
ખચીત કહું છું જે તમે પુરૂષ હોત તો તમે રાજાજ થાત. તમારી આવી હોંશીયારીની જરૂર મહારાજ અશોક વન આગળ કદર થાત.”
એવામાં મહેંદ્ર આવવાથી ખાનગી વાતમાં ભંગાણું પડયું. બીજી પણ એક બે દાસી દેડી આવી મહેંદ્રની સારવારમાં રોકાઈ ચંદાએ પણ સંતોષનો એક દમ લીધે. ને પછી પિતાના કામકાજે લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com