________________
(૧૪) કહેવા ઉપરથી કહે છે?” ચંદાએ ખાતરી કરવાને ફરીથી પૂછયું.
હું પણ ક્યાં કાચી હતી? તે સમયે એનું કૃત્ય હું છુપાઈને જેતી હતી એટલું જ નહી પણ કાગલમાં એ એક મીડું વધારીને જેવી બહાર નીકળી કે મેં તરતજ પકડી. એટલે તરતજ જે થયું તે મને કહી બતાવ્યું. પછી હું ત્યાંથી ખસી ગઈ. મહારાણુ મહારાજ પાસે ગયાં, એ અમુલ્યતકનું પરિણામ કેવું આવ્યું એ તે જગજાહેર વાત છે. નહીતર હું આજે અવંતીના રાજમહેલને બદલે પાટલીપુત્રના એક ખુણામાં સડતી હેત ! ” '
વાહ ? ઠીક યુક્તિ લગાડી. તમારી ગાળી આબાદ નેપાળાની માફક રામબાણ સફળ થઈ. તો શું પછી મહારાજને ખબર ન પડી કે ?” ચંદાએ વિશેષ ચેકસી કરવા માંડી.
“ખબર શું પડે? અમારી ચાલાકી આગળ બધા પાણી ભરે ! સ્ત્રીઓની ચાલાકી આગળ પુરૂષ કયારે પણ ફાવ્યા છે? રાજાએ એકદમ કાગળ અવંતી મોકલી આપે એના પરિણામની રાજાને ખબર પડી ત્યારે પણ એને કેઈની ઉપર વહેમ ન આવ્યો, એણે નિશ્ચય કર્યો કે પિતાના પ્રમાદથી જ આ ભૂલ થઈ ગઈ. પણ હાં ..”
“કઈ રીતે એ ગુપ્ત વાત ફેટી ગઈ વાર?” ચંદાએ એના અટકી જવાથી શંકા કરી.
કુટી તે શું જાય? પણ રાજાને એક દોઢડાહ્યો પ્રધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com