________________
( ૧૩૮) વખત એવી સમર્થ વ્યક્તિનું મારે દર્શન તે અવશ્ય કરવું જોઈએ કે અમારા જેવા અણઘડ માણસનામાં પણ અક્કલ ના. બે છાંટા એમનાથી આવે?”
“તારી મરજી હશે તે હું તને અનુકુળ સમયે મહારાણજી પાસે મેકલી આપીશ. અરે તેમની તે વાત શી કરવી! જે પ્રસન્ન થાય તે સર્વસ્વ આપી દે એવા ઉદાર–ઉદાર છે.”
મુદ્દામ રસ્તા પર આવેલી વાત પાછી સરી જતી જોઈ ચંદાએ આગળ ચલાવ્યું, “બાઈ સાહેબ ! તમારી વાત તો એવી છે કે અમારા જેવાં મૂર્ખ માણસને પણ બુદ્ધિ આવે છે ? તમારા એક એક શબ્દની મીઠાશ તે બસ! એને હું કોની ઉપમા આપું ? તમારી વાતમાં એટલે તે રસ પડે છે કે ખરે તમારી પાસેથી ઉઠવાનું મન પણ થતું નથી. તમે જે પુરૂષ હતો .....” ચંદા એમ બેલતા બેલતા હસી પડી, એનું ગેર વદન ખીલી ઉઠયું.
“હું પુરૂષ હોત તો હું શું કરત ? મારી ઉપર આશક પડી જાત કે શું !” શ્યામાને પણ વાતમાં રસ પડવાથી હસી પડી. જાણે પિતે પુરૂષ હાય ને એકાંતમાં બેઠેલી આ પ્રિયતમા હોય એ સ્નેહ ઉત્પન્ન થયા.
જરૂર ! જરૂર ! આવો તમારા જેવો હુંશીયાર, મીઠા બોલે અને દેખાવડે વર તે સ્ત્રીઓને ભાગ્ય ગેજ મલી શકે!” ચંદાએ શ્યામાના ગાલ ઉપર ચુંટી ખણું બેલવામાં વિશેષ છુટ લેતાં બસ હદ વાળી દીધી. “ હાં પણ ક્યી ચાલાકીએ તમારા ભાગ્યના પડદા ઉઘાડી નાખ્યા !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com