________________
( ૧૩૮) “અવશ્ય કરે ! એ મહારાજને માનીતે છતાં પણ મારી હાલી સખી તિષ્યરક્ષિતાને મન તે કાંટા સમાન હતો, એને કઈ રીતે ખસેડવાની અમે સારા સમયની રાહ જોતાં હતાં, અને ચંદા ! ખરું કહું તે એ બધું મારી સમજાવટનું પરિસુમ હતું મેં જે તિષ્યાને ન સમજાવી હત; હિમત ન આપી હતી તે આજે આ દિવસ અમારે આવત નહી.” એકેકે શબ્દ ગર્વભર્યો બોલાતા હતા, બેલનારને ચંદા ઉપર વિશ્વાસ હતો તેમ છતાં કદાચ વાત આગળ જાય તે હવે કંઈ પરવા નહોતી, વાતડીયાઓને દબાવવાની એનામાં શક્તિ હતી. એના મનમાં આવ્યું તે કોઈને જાન લે કે ચામડી ઉતરાવવી એ એને મન એક બાલકની રમત હતી. તેથીજ આટલી નિર્ભયતા અને બેદરકારી આવી હતી.
વાહ તમારી ચતુરાઈ ઉપર હું વારી વારી જાઉં? તમેય ખુબ ચાલાકી ચલાવી હો! પણ એને કહે બાઈ સાહેબ ! કે તમારી કઈ ચાલાકી ફાવી. કે જેથી લક્ષમી ચાલી ચલાવી તમારી દાસી થવા આવી!” પોતાનાં વખાણ સાંભળી શ્યામાનું હૈયું ગજગજ ઉછળતું હતું એનું દુ:ખ પણ જતું રહ્યું ચંદાના એ સુંદર વદનમાંથી સરતા શબ્દો સ્ત્રી છતાં એને મીઠા લાગ્યા.
બસ એકજ ચાલાકી! એકજ ચાલાકી ચલાવી કે ચંદા ? બેડેપાર! સખી તિષ્યા હમેશાં કઈ અનુકૂળ સમયની રાહ જોતી હતી, તે તક એક દિવસે એને મલી ગઈ.”
હા? જબરાં એ મહારાણી સાહેબ ! ખરેખર એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com