________________
( ૧૩૧). તિષ્યરક્ષિતાના અંતરમાં અત્યારે હર્ષને કાંઈ પાર હતું, જે શલ્ય ઘણા દિવસ થયાં એના હૈયાને ડંખતું હતું તે પિતાની યુકિતથી દૂર થઈ ગયું. ને પોતાનો પુત્ર યુવરાજપદ પામે. ભાવી ભારતના તાજને હક્કદાર થયે. અવંતી જતા પુત્રને એણે ઘણું ઘણી સમજણ આપી. હર્ષના આંસુથી નવાજ્યો. પિતાની વિશ્વાસુમાં વિશ્વાસુ દાસી શ્યામાને પણ મહેદ્રનું રક્ષણ કરવાને એણે અવંતી મોકલી. યુવરાજ કુણાલની જગ્યાએ આજે મહેદ્ર અવંતિમાં મનગમતા વૈભવ ભેગવતે સુખમાં પોતાનો કાળ વ્યતિત કરી રહ્યો હતો. ચપળ લક્ષ્મીની ચંચળતા તે જુઓ સંસારમાં તે શી ચાલાકીઓ ચલાવી રહી છે. છતાં નવાઈ તો એ જ છે કે મહા સમર્થ આ
ત્મા સત્ય વસ્તુને છોડી એની પાછળ દિવાને બની અનેક કષ્ટો સહન કરે છે.
પ્રકરણ ૧૬ મું.
એ ચંદા તે કોણ? “બાઈ સાહેબ? આપ મને તમારી તહેનાતમાં રાખશે તે મોટી કૃપા થશે?” એક ગરીબ દેખાતી દેખાવડી બાળાએ અવંતીના રાજ્ય મહેલમાં આવીને એક રૂવાબદાર મગરૂર બાઈને કહ્યું.
એ બાઈએ તીરછી નજરે આ ગરીબ બાઈ તરફ જોયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com