________________
(૧૩૫) “મહેંદ્ર યુવરાજ છે. ભવિષ્યના ભારત સમ્રા છે માટે ? કેમ ખરુંને?”
શ્યામા હસી “એ પણ ખરું ને બીજુય?”
બીજું શું?” ચંદાએ પૂછ્યું. હજી સોળ દિવાળીઓ પણ પુરી જોઈ નથી એવી તે બાળા ગંભીર બની.
યુવરાજની હું ધાવ માતા છું. મહારાજની પટ્ટરાણું તિષ્યરક્ષિતાની હું માનીતી સખી છું.”
એમ! તેથીજ તમે એક રાજરાણી જેવું પદ અહીંયા ભેગવી શકો છો!” નવીન હકીકત સાંભળીને જાણે અજાયબ થઈ હોય એવી રીતે આશ્ચર્ય ભાવ દર્શાવતાં ચંદાએ વિનયથી કહ્યું.
“બેશક ! ચંદા ! જગતમાં માણસ પ્રયત્નથી ઈચ્છિત મેળવી શકે ! હું પણ પહેલાં તારા જેવી સ્થિતિમાં હતી. પણ મારી ચતુરાઈથી હું મહારાણજીની માનીતી થઈ. કુમારની ધાવ માતા પણ થઈ.”
“બાઈ ! તમે નશીબદાર છે? જગતમાં પુણ્યવતી છે તેથી જ તમારા ધારેલા દાવ પાર પડ્યાને તમે આગળ વધી શક્યાં!” ચંદાએ મેધમપણે કહી સંભળાવ્યું. આપણે બન્નેય માણસ છીએ છતાં ક્યાં તમે ને ક્યાં હું !
પિતાનાં વખાણ સાંભળીને શ્યામાં પ્રસન્ન થઈ ચંદા ! ખચીત તું પણ મારી સેવાચાકરી કરશે તે હું તને ન્યાલ કરી દઈશ. હજી કાંઈ મેડુ થયું નથી, ઉગીને તું પણ હજી હમહુજ સમી થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com