________________
(૧૩૪) હુંજ નહીં પણ “વને રિરિદ્રતા વગર પૈસાના મધુર વચનવડે બધાં દાસ દાસીને રીઝવી એમનાં મન પણ જીતી લીધાં.
વચમાં કેટલાય સમય પસાર થઈ ગયે. એક દિવસ શ્યામા પલંગ ઉપર સૂતી હતી. તેના ભાલ પ્રદેશ ઉપર ચંદા દવા પડી રહી હતી. બીછાને પડેલી શ્યામા કંઈ વિચારોમાં વિહરતી હતી. શરીરની સ્થિતિ અત્યારે જરા અસ્થવસ્થ હોવાથી બેચેન હતી. એની સેવા ચાકરીમાં ચંદાયે જરાય ખામી આવવા દીધી નહી. એના મસ્તકમાં થતી વેદનાથી શ્યામા ઘણું પીડાતી હતી. પણ ચંદાના દબાવવાથી કંઈક શાંતિ હતી.
બાઈ સાહેબ ! મહેન્દ્રકુમારની આપ પુત્ર કરતાં પણ વધારે કાળજી રાખો છો. શું એ આપને પુત્ર છે કે એમાં બીજું કાંઈ કારણ છે?” ચંદા બોલી, સુખમાં પડેલી હોવાથી આ બાળાનું લાવણ્ય ખીલ્યું હતું.
આહા ! ચંદા ! એ મહેંદ્ર મારો પુત્ર હોય એવું મારૂં ક્યાંથી ભાગ્ય હોય ? છતાં હું એને પુત્ર કરતાં પણ વધુ ચાહું છું એ તો તારી વાત ખરી ? ” વિચારમાં ગોથાં ખાતી શસ્ત્રોમાં પડી પડી શ્યામા બોલી. કંઈક અશાંતિને લીધે એના બોલવામાં મંદતા હતી.
હું સમજી ! આપ પુત્ર કરતાં પણ વધુ ચાહે છે. એનું કારણ?” ચંદાએ હસતાં હસતાં કહ્યું.
“તું શું સમજી ચંદા!” બેદરકાર પણે શ્યામા બોલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com