________________
( ૧૩૦ ) ચંદ્રનું સત્ય જીવન હતું. રામનું પિતૃભક્તિ જીવન હતુ. ભક્તનું પ્રભુ ભક્તિ જીવન હોય છે, સતીને પતિભક્તિ એજ જીવન છે. દયાના સાગરને અહિંસા જીવન વ્રત છે. વ્રતધારીઓને જેમ વ્રતજીવન છે, જેનું એ જીવન અખંડિત છે એજ જગતમાં જીવતો છે બાકી તો આ જગતમાં અનેક માતા પિતાએ પુત્રનો જન્મ આપે છે. એથી શું !
પણ સુનંદાના દુ:ખનો પાર નહોતે, એણે મનમાં આ બધું પરિવર્તન જે વ્યકિતએ રાજાને હથીયાર બનાવી કરાવ્યું છે. એના વેરનો પ્રતિશોધ કરવાનો નિશ્ચય કર્યો.
આપણું જાણવામાં આવ્યું છે કે રાજાની સાથે તિબ્બરક્ષિતાએ પણ કુણાલના શાકને હાને પોતાનાથી બની શકે એટલે બધે ઉભરો બહાર કાઢી નાખે, થડા દિવસ વિત્યા પછી મહારાજે કુણાલને એક સમૃદ્ધ ગામ આપી એને માટે પુરતો બંદોબસ્ત કર્યો. કુણાલ પછી રાજ્યને વારસ મહેંદ્રહતે. જેથી મહારાજે મહેદ્રને યુવરાજ પદવી આપી અને અવંતી આપવાને વિચાર કર્યો, એમાટે એણે તિબ્બરક્ષિતાની સલાહ લીધી.
તિબ્બરક્ષિતાએ પણ મેંઘાઈ તો ઘણય બતાવી. પણ છેવટે ખુશી થઈને રાજાની વાતને જાણે પોતે અત્યંત દુઃખી થતા હૈયે અનુમતિ આપતી હોય એમ અનમેદના આપી. થોડા દિવસમાં મહેન્દ્ર કુમાર કુમાર મટીને યુવરાજ થયે, યુવરાજ પદ ઉપર વિભૂષિત થયેલે મહેંદ્ર-ભવિષ્યનો રાજ્યવારસ મંત્રીઓ અને આમ જનો સાથે માળવા તરફ વિદાય થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com