________________
( ૧૨૮)
કાઢીશ કે આ કાળું કામ કઈ શંખણીનું છે ત્યારે તે જાણશ કે તારી અપરમાતાએ કેવું ભયંકર કામ કર્યું છે. ?”
“નકામી શંકા કરે છે? શું મારી શાવકી માતાને દુશમન હતો કે એમને આવું કામ કરવું પડે. એને પિતાજીનાજ પ્રમાદથી ભૂલ થઈ ગઈ. પણ હવે એની પંચાત શું? હવે કાંઈ નવી આંખે આવે તેમ નથી. ”
તને અવંતી રાખવાનું કારણ ખબર છે? તારી માતાના મરણ પછી તરતજ તારા પિતાએ યુવરાજ પદવી આપી બચપણથી તને અવંતી મોકલ્યો તે ? ”
શા માટે અવંતી રાખે તે તું જ કહેની !” કુણાલે પૂછ્યું.
“ તારી સાવકી માતાઓ ! તું રાજ્યનો વારસ થાય એ એમને ગમતું નહીં. તેમાં પણ તિષ્યરક્ષિતા તારી તરફ વધારે નિર્દય હતી. કારણ કે તારા યુવરાજપદથી એના મહેદ્રનો ગાદીનો હક્ક જતો રહ્યો તે એવી કયી માતા હોય કે પિતાના પુત્રનું શુભ ન ઈ છે? ”
“તો એ અપરમાતાના સંકટમાંથી બચવા પિતાએ મને અવંતીમાં રાખે એમજને ?” સુનંદાનું અધુરૂં પુરૂં કરતાં કુણાલે કહ્યું.
હા ? એ ઝેરી સાપનું ઝેર તને ન અડે, અને તું સહિસલામત સુખપૂર્વક રહી શકે એ માટે વિશ્વાસુ માણસો સાથે તને અવંતીમાં રાખવામાં આવ્યો હતો. છતાં દૂર રહ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com