________________
(૧૨ ) રહ્યાં, પણ એ તારી અપરમાતાઓએ પિતાને મારથ મને તે લાગે છે કે પૂર્ણ કર્યો. ”
“એમ શક ઉપરથી કોઈને માથે આળ ન દેવાય માતા”
“હશે? માટેજ હું સત્ય શોધી કાઢીશ, એને મનેરથ હું વ્યર્થ કરવા પ્રયત્ન કરીશ.”
જા જા ! એવું ગાંડુ ગાંડુ તું શું બોલે છે? તું કેવી રીતે વ્યર્થ કરીશ? શું હવે મને ફરીને તું આંખે પ્રાપ્ત કરાવી શકશે કે?”મૃદુ હસતાં હસતાં કુણાલ છે .
દીકરા ! એ મનુષ્ય શક્તિની બહારની વાત છે. અત્યારે તે હું જીવતાં મુવેલી જેવી છું. પણ આ કૃત્ય કેનું છે, એની તપાસ તે અવશ્ય કરવાની!”
તને ઠીક પડે તેમ કરજે, પણ રડે છે શું કરવાને!”
કુણાલે સુનંદાને આશ્વાસન આપ્યું છતાં સ્ત્રીઓનું હૃદય માયાથી ભરેલું હોય છે. પ્રાયઃ કરીને જગતમાં સ્ત્રીઓને સંસારનાં માયા વૈભવ બહુ ગમે છે, જેમ એના સમાગમથી હર્ષ ઉત્પન્ન થાય એવી રીતે ઉચ્ચ સ્થિતિથી નીચે પડતાં વિષાદની છાયા પણ છવાઈ જાય એ વાસ્તવિક છે. કુણાલને મન એ અવંતીને રાજ્ય વૈભવ ને અત્યારની સ્થિતિ સરખાંજ હતાં. અત્યારે એનામાં ધીસ્તા, ગંભિરતા, વિવેકતા હતાં પણ પ્રથમના જેવી ઉખલતા કે તોફાન નહોતા. એનું જીવન જીવવું માત્ર નહોતું પણ પિતૃભક્તિ એ એનું જીવન હતું, જેવું હરિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com