________________
( ૧૨૨). “ચોકસ અભિપ્રાય એ માટે કેવી રીતે આપી શકાય ? દેવ ! આપને શું લાગે છે.? એણે એમ કર્યું હોય કે નહી?”
મેં યુવરાજને કાગળ લખે છે એની એને મુદલે ખબર નહોતી. તે પછી એણે ભૂલ કરી હોય એ શક કેમ લઈ શકાય ? ”
“ ન જ લઈ શકાય ? આપનું અનુમાન સત્ય છે. જે કદાચ આપનાથી ભૂલ થઈ હશે તો તે નિરૂપાય? બાકી કાંઈ ખટપટને અંગે આ કાર્ય બન્યું હશે તે હું એની તપાસ ચલાવીશ?”
“ જરૂર તપાસ કરજે, પ્રધાનજી ! ઈર્ષ્યાથી જે કોઈએ. પૈતાની મુરાદ સિદ્ધ કરવાને બાને મને હથીયાર બનાવ્યું. હશે તે હું એની જીવતાં ચામડી ઉતરાવીશ. એના પાપત્યને હું એને વ્યાજ સાથે બદલો આપીશ.”
“દેવ ! એતો જ્યારે ગુન્હેગાર હાથ આવશે ત્યારે વાત છે પણ હવે યુવરાજ માટે શું કરવું ! રાજ્યને માટે એમને હક્ક હવે જતો રહ્યો.”
“ હાય! એમજ થયું ? થોડા દિવસ પછી એને એક સમૃદ્ધવંતુ ગામ આપે ! જેથી સુખે સમાધે એ પોતાને કાલ નિર્ગમન કરે?”
તો અવંતી માટે શું કરવું? ત્યાં હાલમાં કોઈને મોકલે છે કે નહી ?”
એ માટે વિચાર કરશું ! હવે તે રાજ્યને હકક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com