________________
(૧૨૮) પટ્ટરાણી તિથરક્ષિતા પણ પણ આ સમાચાર સાંભળી અપાર શેક કરતી હૈયાફાટ રૂદન કરતી રાજા પાસે દોડી આવી. પિટ ભરીને રૂદન કરી તેણે પિતાને શેક પ્રદર્શિત કર્યો. જેતજેતામાં આખા શહેરમાં અંધત્વના સમાચાર ફેલાઈ ગયા.
પ્રકરણ ૧૫ મુ.
પરિવર્તન. કાળ કાળનું કામ કર્યું જાય છે એ કાંઈ કોઈના માટે ભતો નથી. આજની બનેલી ગમે તેવી હદય વિદારક વાત પણ દિવસે જતાં એને ઘા રૂજતો જાય છે. એ તાજી સ્મૃતિ ભૂલાતી જાય છે. પૂર્વની ઘટના બન્યા પછી કેટલોક સમય પસાર થઈ ગયા. એ અરસામાં કંઈ કંઇ ઘટનાઓ બની ગઈ હતી. યુવરાજ કુણાલ અત્યારે યુવરાજ નહોતા. એની અવંતીની મોજ મજહ એ વૈભવ બધો સુકાઈ ગયે હતા. આજે તે એ અંધ કુણાલ પિતાને અપાયેલા એક ગામમાં રહી પોતાની જીંદગી ગુજારતો હતો. જગતની સ્વાર્થતા તે જુઓ ! સ્વાર્થોધ દુન્યા ઉગતાને જ પૂજે છે. આથમતાને નહી. જે યુવરાજનાં એક દિવસ પ્રતિદિવસ માન સન્માન થતાં હતાં. આજે એમાંનું કોઈ પણ એને માટે નહોતું. એ અંધ કુણાલ ક્યાં પડ્યો છે ! એની કોઈને ખબર પણ નહોતી. જે પિતાના હૃદયમાં એક દિવસ એ પ્રાણુધિક હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com