________________
(૧૩) મહેંદ્રનેજ થશે એની માતાની મરજી હશે તે અવંતી મહે દ્રને આપશું?”
“મરજી હશે શું ! એતે આ સમયની રાહ જોતીજ હશે. એ જાલીમ સ્ત્રીએજ આ સ્થિતિ ઉભી કરી છે. છતાં માન તે અવશ્ય ખાશે ! જગતમાં જરૂર સમયે એક તણખલું પણ મેંધુ થાય છે.” પ્રધાન મનમાં બબડયો.
કેટલીક આડી અવળી વાત કરી મંત્રી ચાલ્યો ગયો. રાણુ તિરક્ષિતા રાજાની પાસે આવી એની સારવાર કરતાં પેલે કાગળ જોઈ ગઈ હતી. અન્ય રાણીઓને કે કોઈને ખબર ન પડે એમ સારવાર કરતાં મુદ્દામાલ સમજી ગઈ હતી છતાં કાંઈ ન જાણતી હોય એમ બીજી રાણીઓની માફક તે પણ અજાણું થઈ ગઈ હતી. સર્વે રાણીએ અંતઃપુરમાં ગઈ. અને રાજાનું શુભ અછતી એમના આરામની પ્રતિક્ષા કરતી હતી. તે સમયે તિગરક્ષિતાના હૈયામાં તાલાવેલી જાગી. પ્રધાન અને રાજા શું વાત કરે છે એ જાણવાની એને જીજ્ઞાસા ઉત્પન્ન થઈ. એણે આંખના સંકેત પૂર્વક સ્યામાની સામે જોઈ એ દિશા તરફ મોં ફેરવ્યું. શ્યામા ત્યાંથી કાર્યના મીશે પસાર થઈ ગઈ. કોઈ ન જાણે એમ પછવાડે ફરીને એમની ખાનગી વાત બને એટલી સાંભળવાની ચેષ્ટા કરી તે પછી પ્રધાનના ઉઠવા આગમચ દાસી શ્યામા ત્યાંથી પસાર થઈ ગઈ. થોડી વારમાં રાજાની તબીયતના આરામના સમાચાર આવ્યા. ને યુવરાજ કુણાલના અંધપણાના સમાચાર પણ અંત:પુરમાં ફેલાઈ ગયા. બધી રાણીઓએ શેક બતાવ્યે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com