________________
(૧૧)
* “કેમ કારણ નહોતું?” પ્રધાને પૂછયું.
જમીને હું તરતજ અહીયાંજ પાછો ફર્યોને દૂત આવ્યો એટલે કાગળ વાંચ્યા વગર મેં બંધ કરી શીલમહોર કરાવી દૂતને આપે.”
આપ જમવા ગયા ત્યારે પટ્ટરાણી સાહેબ આપની સાથે હતાં આપ જમીને ઉઠયા ત્યાં લગી તે આપની સાથે હતાં કે ?”
પ્રધાનને પ્રશ્ન સાંભળી સમ્રા વિચારમાં પડો. એને એ સુંદર સ્ત્રી ઉપર શક આ વળી જતો રહ્યો. “ના? દિશાએ જવા ફક્ત ગઈ હતી તે તરતજ હું જમતે હતો ને મારી પાસે પાછી આવી ગઈ હતી “રાજાએ જણાવ્યું.
પ્રધાન વિચારમાં પડશે.” નકકી ઉપરથી સુંદરતાની પુતળી ગણાતી પણ હલાહલ વિષથી ભરેલી એ તિ રક્ષિતાએ દિશાના હાને આ કામ કાઢી નાખ્યું છે.” એ મનમાં સમજી ગયો પણ આ વાત અત્યારે બહાર પાડવા જતાં કદાચ રાજા ગુસ્સે થાય અગર પોતાની જીંદગી જોખમમાં આવી પડે કે વળી કોઈ નવી ખટખટ જાગે જેથી એ માન રહ્યો. બનનાર બની ગયું હતું. કોડ ઉપાય કરવા છતાં બનેલી ઘટના સુધારવાની જગતના કોઈ મનુષ્યની તાકાત નહોતી. એવી ભવિતવ્યતાની મરજી હતી?”
તમને શું તિષ્યરક્ષિતા ઉપર શક આવે છે કે પાછળથી એણે આવીને કાગલમાં ભૂલ કરી નાખી હોય; પ્રધાનજી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com