________________
(૧૧)
પડી નહી. રાજાની આંખમાંથી તે પશ્ચાતાપનાં અશ્રુઓ અખલિતપણે વહેતાં એણે નિહાળ્યાં.
“મહારાજ ! પશ્ચાત્તાપ કરે શું વળે તેમ છે. ધાર્યું તે વિધિનું જ બને છે. આપે તો સંભાળીને જ કાગળ લખ્યો હશે છતાં દૈવની મરજીથી જ આવી બીના ઉભી થઈ, ” આસ્તેથી મંત્રીશ્વરે કહ્યું.
હા પ્રધાનજી! એ મારા પ્રાણાધિક પુત્ર સદાને માટે અંધ થયે. મારી આશાને અંબાર આજે તેજ રહિત થયે.”
વિધિના ચકના આગળ માણસને શું ઉપાય?”
એ કાગળ ફરી મેં ન વાંચે એ મોટી ભૂલ થઈ ગઈ. તેમજ કાગળ લખવા સમયે આ વખતે આવી રીતે ભૂલ થઈ ગઈ એ નવાઈનીજ વાત”
“મહારાજ ! આપે કાગળ લખીને તરતજ બીડી દીધે હતા કે કોઈને વાંચવા આપે હતો. કાગળ લખવા સમયે આપની પાસે કોઈ હતું કે ?”
પ્રધાનને આ પ્રશ્ન સાંભળીને સમ્રાટુ ચમકે “તમે આમ કેમ પૂછે છે? શું તમને કાંઇ કાવતરાની ગંધ આવે છે, મને તે મારી જ ભૂલ સમજાય છે.”
મને એમ લાગે છે. મહારાજ ! કારણકે આપનાથી આવી ભૂલ કદાપિ પણ નજ થઈ શકે એ યુવરાજ રાજ્ય વારસ હોવાથી એની અપર માતાઓમાંથી કોઈનું કૃત્ય હેય એવો સંભવ છે.” પ્રધાને કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com