________________
(૧૧૭) અવંતીને દુત આ વખત તરતજ આવેલો જોઈ સમ્રાટ ખુશી થયા ને તરતજ અંદર આવવાની આજ્ઞા આપી. એટલામાં તે અવંતીથી આવેલો દૂત એકદમ રઘવાયે અંદર ધસી આવી જેમ તેમ મહારાજને વિનય સાચવતે પેલે લેહીથી ખરડેલો પત્ર ભાલાની અણી ઉપર ઘેચી મહારાજની સામે ધર્યો. દતની આવી વર્તણુકથી સમ્રાટ એની ઉપર ગુસ્સે થયે પણ તે લોહીથી ખરડેલો પત્ર જોઈ ચમક એનું વજ સમુ મજબુત હૈયું ધડકયું છતાં મહારાજે કુર દષ્ટિએ દુતની સામે જોયું. “બે અદબ ? ગુલામ ! આવી બેઅદબી ? અરે કોણ છે હાજર !”
“મહારાજ ! સત્યાનાશ? આપે સત્યાનાશ? વાળ્યું આપની ભૂલે કેવું ભયંકર કામ કર્યું છે તે આ પત્ર વાંચે પછી મને શિક્ષા ફરમાવે.”
દુતનાં વચન સાંભળી રાજાને ધ્રાસકો પડયે. શું થયું છે?”
તે હું મારી જીભે કહીશ નહી ? આપ પત્ર વાંચો! અરે આ પત્ર આપીને આપને દુઃખ કરવા પહેલે હું મરી કેમ ન ગયો ! હા! ધિક્કાર છે મને કે મારે આવું કૃત્ય કરવું પડે છે?”
મહારાજ ધડકતે હૈયે એકદમ ઉભા થયા ત્યાં પ્રતિહારે ભાલામાંથી કાગળ ખેંચી કાઢી મહારાજની આગળ ધર્યો ભુખ, તૃષા અને મુસાફરીના પરિશ્રમથી અર્ધામૃત જે થયેલો છતાં જુસ્સાના આવેશમાં અહીં સુધી આવેલ દુત પોતાનું કામ ખલાસ થતાં તે એકદમ બેભાન જે બની જમીન ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com