________________
( ૧૧૮) તુટી પડયો તેને મહારાજના હુકમથી આવેલા માણસો મહારાજના જ઼ સંકેતથી દૂતને ઉપાડી ગયા. ધડકતે હૈયે અનિષ્ટના ચિંતવના કરતાં રાજાએ કાગળ ક્રેડીને વાંચી જે જેમ જેમ વાંચતે ગયે એમ એની આંખે અંધારાં આવવા લાગ્યાં પિતાના પુત્રની મુદ્દામ હકીકત જ્યારે એના વાંચવામાં આવી કે મોટી ચીસ પાડતો મહારાજ બેભાન જે બની જમીન ઉપર તુટી પડો એની ચીસ સાંભળી અંતઃપુરમાંથી રાણુઓ વગેરે દોડી આવી. બીજી તરફ દાસ દાસીઓ વગેરે ભેગાં થઈ ગયાં, તરતજ મંત્રીઓને બોલાવવામાં આવ્યું. બીજી તરફથી વૈદ્યોને તાકીદે હાજર થવાને હુકમ થયે મુર્શિત થયેલા રાજા ની મુચ્છ વાળવા રાણીઓ અને તેમાં વિશેષ કરીને તિષ્યરક્ષિતા પ્રયત્ન કરવા લાગી.
થોડી વારમાં મંત્રીઓ, વૈદ્યો વગેરે આવી પહોંચ્યા. એટલે રાણુઓ દુર ખસીને વૈદ્યો મહારાજની મુછને ઉપચાર કરવા લાગ્યા. મહાઅમાત્ય રાજાની પાસે બેઠા હતા. રાજાને એકદમ આ શું થયું એની કેઈને ખબર પડી નહી. આખરે વૈદ્યોના પ્રયત્ન રાજા સાવધ થયો. આંખ ખોલી ચારે તરફ જેવા લાગ્યો ને રાણીઓ દાસી વગેરે સર્વને રજા આપી દીધી રાજાની સંજ્ઞાથી વૈદ્યો પણ ચાલ્યા ગયા.
રાજા પેલે યમના બધું સમે કાગળ મંત્રીશ્વરના હાથમાં ફેંકતાં ઉપર પ્રમાણે વિલાપ કરતો હૈયાના ઉભરા ઠલવતે હતે મંત્રી પણ કાગળ વાંચીને ઝંખવાણે પડી ગયે. અત્યારે મારા રાજની આવી સ્થિતિમાં શું બોલવું તેની એને કાંઈ સમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com