________________
(૧૨૫) એ હૈયામાંથી પણ એ સ્નેહની લાગણું રફતે રફતે ઓછી થવા લાગી. સમયની એ વિચિત્રતા છે. છતાં કુણાલને મન એ માટે હર્ષશેક કાંઈ નહોતું પિતાએ આપેલા ગામમાં રહી સાદાઈપણે પ્રભુ ભજનમાં પોતાનો કાળ નિર્ગમન કરતે હતો. એની સાથે એને પુત્રની માફક રાખનારી ધાવમાતા તેમજ બે ચાર દાસ દાસી સાથે રહેતાં હતાં. નિવૃતિમય જીવન ગાળનાર અંધ કુણાલતો પ્રભુ ભક્તિમાંજ સમય વ્યતિત કરતો હતો છતાં એની ધાવમાતા સુનંદાને હૈયામાં બહુ દુ:ખ થતું હતું. પશ્ચાત્તાપમાં એ અધી થઈ ગઈ હતી. પણ હવે કંઈ ઉપાય નહોતો. અવંતી છોડવાને સમયે તે એના દુઃખને અવધિ હતો પણ દૈવ આગળ લાચાર !
મહારાજના પત્રથી એ સ્પષ્ટ થઈ ગયું તું કે કુમારને અંધ કરવાનો હુકમ નહતો પણ કુમાર જાણે એજ મારી અભિલાષા હતી. પણ “મથીયર' ને બદલે “સંધી ? મારાથી કેમ લખાઈ ગયું એ સમજાતું નથી. પિતાની આવી આજ્ઞાનું પાલન કરી એણે પિતાને જીવતો માર્યો છે મારી આશાને એણે નાશ કર્યો છે.” આવી રીતે સમ્રા દુ:ખી થયા હતા અને એ રડતે હૈયે એમણે કુણાલને એક સમૃદ્ધવંતુ ગામ આપી સુખમાં કાલ વ્યતિત કરવા ફરમાવ્યું હતું. જેથી સુનંદાને બહુ દુઃખ થયું હતું એક તો યુવરાજ ધિરજ ખમી શકે નહી. બીજી વખત જવાબ મંગાવ્યા હતા તે સ્પષ્ટ ખુલાસો થઈ શક્ત? બીજી બાજુ એને આ કાવતરામાં અપર માતાઓના હાથની ગંધ આવી. ગમે તે રાણીએ રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com