SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) પડી નહી. રાજાની આંખમાંથી તે પશ્ચાતાપનાં અશ્રુઓ અખલિતપણે વહેતાં એણે નિહાળ્યાં. “મહારાજ ! પશ્ચાત્તાપ કરે શું વળે તેમ છે. ધાર્યું તે વિધિનું જ બને છે. આપે તો સંભાળીને જ કાગળ લખ્યો હશે છતાં દૈવની મરજીથી જ આવી બીના ઉભી થઈ, ” આસ્તેથી મંત્રીશ્વરે કહ્યું. હા પ્રધાનજી! એ મારા પ્રાણાધિક પુત્ર સદાને માટે અંધ થયે. મારી આશાને અંબાર આજે તેજ રહિત થયે.” વિધિના ચકના આગળ માણસને શું ઉપાય?” એ કાગળ ફરી મેં ન વાંચે એ મોટી ભૂલ થઈ ગઈ. તેમજ કાગળ લખવા સમયે આ વખતે આવી રીતે ભૂલ થઈ ગઈ એ નવાઈનીજ વાત” “મહારાજ ! આપે કાગળ લખીને તરતજ બીડી દીધે હતા કે કોઈને વાંચવા આપે હતો. કાગળ લખવા સમયે આપની પાસે કોઈ હતું કે ?” પ્રધાનને આ પ્રશ્ન સાંભળીને સમ્રાટુ ચમકે “તમે આમ કેમ પૂછે છે? શું તમને કાંઇ કાવતરાની ગંધ આવે છે, મને તે મારી જ ભૂલ સમજાય છે.” મને એમ લાગે છે. મહારાજ ! કારણકે આપનાથી આવી ભૂલ કદાપિ પણ નજ થઈ શકે એ યુવરાજ રાજ્ય વારસ હોવાથી એની અપર માતાઓમાંથી કોઈનું કૃત્ય હેય એવો સંભવ છે.” પ્રધાને કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy