________________
( ૭ )
tr
બીજે દિવસે સવારમાં જ્યારે ચાણાય રાજસભામાં આવ્યા ત્યારે રાજાએ મુખ ફેરવી દીધું જેથી ચતુર ચાણાક્ય ચેતી ગયા કે “ રાજાના કાનમાં કાઇ દુર્જન પુરૂષે વિષ રેડયુ છે. ” એમ વિચારી તે પેાતાના મકાને ગયા. તપાસ કરતાં માલુમ પડયું કે “ એ બધું પેલા ઝુમ નુ કૃત્ય હતું. ” જેથી એના હૈયામાં વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. “ ઓહો! એ સુખ એજ આ માલ રાળને ભરમાવ્યેા છે. અરે મેજ એને પૂર્વે પ્રધાનપદ અપાવ્યુ હતુ તેથી મારી ઉપર ઉપકાર કરવાને બદલે એણે પાતાના જાતિને યાગ્ય કરી બતાવ્યુ છે. સંસારમાં કાઇ કાઇનુ નથી. હું પણ હવે રાજચંતા કરીને વૃદ્ધ થઇ ગયા છું. તેા હવે જીવીને કેટલું જીવીશ? તા કાંઇક આત્મકલ્યાણુ કરવા હવે પરભવને માટે મારે તૈયાર થવુ જોઇએ. જન્મથીજ જગતમાં ઉત્તમ એવા જૈનધમ મળવા છતાં રાજ્ય વ્યવસાયને અગે મેં એનું ખરાખર પાલન કં નથી. તેથી વિધિએ મને આ સંકેતથી જાગ્રત કર્યો છે, તેા એ ખાલ રાજાને ખાતરી કરાવવાથી સર્યું. હવે જગતમાં મારી કઇ ઇચ્છા અધુરી છે કે આવેા અપૂર્વ સમય હાથ આવેલા મારે ગુમાવવા ? જો આ તક હું ગુમાવું તે મારા જેવા બેવકુફ કાઇ નહી, માટે મને જગાડવાને એ સુખ એ તેા મિત્રની ગરજ સારી છે ! છતાં મારી બુદ્ધિથી હુ એને પ્રતિકાર તા અવશ્ય કરીશ. પણ હું એવું કરીશ કે એ જગતમાં જીવતાં છતાં એના પણુ આત્માનું કલ્યાણ થાય ને પ્રધાન પદવીથી પણ મુક્ત થાય. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com