________________
( ૯ ) કરવું જોઈએ. ગુન્હેગારોને માટે તે બીજી શીક્ષાઓ કયાં ઓછી છે કે આવી શિક્ષાની એને જરૂર પડે?”
એ ઉપદેશને પરિણામે અશક રાજાએ ત્યારથી એ નરક સ્થાનનો નાશ કરી નાખ્યો. રાજાને ચમત્કાર દેખાડનાર બૌદ્ધ ભિક્ષુકનું નામ ઉપગુપ્ત હતું. ત્યારથી ઉપગુપ્ત રાજાને ઉપદેશ આપી પિતાના ધર્મમાં ધીરે ધીરે ખેંચવા લાગ્યું કે જેને પરિણામે અશેક બૌદ્ધ થઈ ગયો.
આખરે એ એક દવસ આવી પહોંચે કે અશેકની સરદારી નીચે એનું મોટું સૈન્ય કલિંગ તરફ રવાને થયું.
કલિંગવાસીઓ ઉપર પડકાર કરતું અશકનું સૈન્ય આવી પહોંચ્યું. અશોકનો સત્કાર કરવાને સ્વદેશાભિમાની એકએક કલિંગવાસી નર આતુર હતા, બન્નેનાં આયુધો ખખડયાં. અશોકના બળવાન સૈન્ય સામે એ મુઠીભર પ્રજાએ બહાદુરીથી બચાવ કરવા માંડયું. સ્વતંત્રતાની સળગતી વેદી ઉપર હજારો માણસોને ભેગ આપતા પણ એ વીર પ્રજા અડગ પહાડની માફક અશોકની સામે ઉભી રહી દિવસ ઉપર દિવસ ને મહિનાઓ ઉપર મહિના પાણીના પ્રવાહની માફક વહી ગયા છતાં કલિંગવાસીઓનું હૈય ડગ્યું નહી.
દેશાભિમાનના રકતથી રંગાયેલે એપણ નર બચ્ચે હયાત હોય ત્યાં સુધી યુદ્ધમાં લડવાનો કલિંગ વાસીઓને નિશ્ચય હતે. અશોકની તલવારે કઈકના ભોગ લીધા, કંઈકને ઘાયલ કર્યા કંઇકને સ્વતંત્રતાની વેદી ઉપર હમેશની શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com