________________
'( .
મૌન રહ્યો ને ટગર ટગર યુવરાજના સામે જોવા લાગ્યાં ! “મહારાજે શું જોઈ આવી આજ્ઞા કરી હશે! શું લખવામાં ત્યારે ભૂલ થઈ હશે?” એણે મનમાં વિચાર્યું.
માધવસિંહને મન રહેલો જેઈ હાથીના બચ્ચાની માફક એ બાળ યુવરાજ સિંહાસન ઉપરથી નીચે ઉતરી કાગળ લેવા ન, યુવરાજને કાગલ ઉચકતા જોઈ માધવસિંહ ચ એકદમ ફાળ ભરી યુવરાજ પાસે આવી એને વિનવ્યા ! “ઓહ યુવરાજ ! મહેરબાની કરી આ કાગળને ના અડકતા? એ ઝેરથી ભરેલા કાગલને અહીં જ દાબી દેવા ! મહારાજ પાસેથી આપણે બીજા સમાચાર મંગાવશું ને સત્ય હકીકત જાણું લેશું.”
માધવસિંહની આવી વર્તણુક જોઈ યુવરાજ ચમ બધી સભાનાં હૈયાં કંપ્યાં કે એમાં કંઈક માઠા સમાચાર હતા.
પડખે ચકમાં બેઠેલી સુંદરીઓનાં ચંદ્રવદને પણ પડી ગયાં. યુવરાજની ધાવમાતાઓ માધવસિંહનીપ્રિયતમા તેમજ નાગરિકોની રમણીઓ, સખીઓ, દાસીઓ વગેરે બેઠેલી હતી.
એ સર્વેના મુખચંદ્ર ઉપર જે ક્ષણ પહેલાં હર્ષની જયોતિ ચમકતી હતી તે અદશ્ય થઈને હૈયામાં ધ્રાસ્કો પડ્યો. ધાત્રીઓ યુવરાજનું મંગલ ઈચ્છતી અલા બલા દુર કરતી એનું શુભ ચાહવા લાગી. રાણુંએ મરતા મરતાં એક ધાત્રીને ખાસ ભલામણ કરેલી, અને જે મરનારની પ્રાણપ્રિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com