________________
(૧૧૩) “અરે ભગવદ્ ! આપતે આ કાળના સાક્ષાત્ સર્વજ્ઞ છે, આપની કસુર મારા મનમાં પણ કેમ આવે? તમારી સર્વજ્ઞતાથી હું તો તમારી ઉપર અધિક પ્રસન્ન થઈ છું. પ્રભુ! તમારી શી શી ભક્તિ કરું !
“ અકળાઓમાં ! રાણજી ! ભકિત ઘણે પ્રકારે થઈ શકે છે. તમારી મરજી હશે તે તમારી ભકિતને હું સ્વિકાર કરી પહેલો લાભ તમને આપીશ. પછી કાંઈ? ”
તે તે આપની મોટી મહેરબાની, પ્રભુ? અમારા જેવા તુચ્છ સંસારી ઉપર તે આપની કૃપા વરસવી જોઈએ. હમેશાં અમી દૃષ્ટિથી જોવું જોઈએ ?”
એ તે ઠીક પણ રાણજી! તમે જ કહોને ! કે આવી ભકિત સદાકાળ અમારી ઉપર રાખી શકશે? તન મન અને ધનથી અમારી સેવા કરશે કે! કામ થયું એટલે ગરજ સરીને વૈદ્ય વેરી?”
એવી હું નિમકહરામ નથી. પ્રભુ! અમારે મન તે શી વાત તે ગુરૂજી? ખુદ મહારાજ કરતાં પણ તમને હું અધિક પૂજનીય સમજું તો પછી બીજી શી વાત !”
એ તમારા શબ્દો સત્યતા ભરેલા છે કે બાહ્ય આડંબર વાળા છે. એની હું એક દિવસ કસોટી કરીશ. માટે વિચારીને બેલ?” સાધુ મીઠું હસતાં હસતાં બેલ્ય.
બેશક ! હું ખુથીથી એની પરિક્ષા આપીશ! પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com