________________
(૧૧૪) કાંઈ, આપ આહાર લેવાને અમારે ત્યાં પધારતા હો તો કેવું સારું ! હું શ્યામાને તેડવા મોકલીશ. આપના પગલાંથી અમારૂં મકાન પાવન થાય. અમારે જન્મ સફલ થાય ? ”
ને તમારે પણ અવાર નવાર દર્શન કરવાને આવવું. સમજ્યાં ને ? રાણજી ? ગુરૂની ભક્તિ કરવાથી સ્ત્રીઓ ભવસાગર તરી જાય છે. પણ તન મન ને ધન પિતાનું સર્વસ્વ ગુરૂને સમર્પણ કરી દેવું જોઈએ તે જ તમારે મેક્ષ થાય સમયાંને ! રાણી સાહેબ ?” વ્યંગમાં ને ચંગમાં સાધુએ હાંકવા માંડયું. એની વૃત્તિઓ તે એટલી બધી ઉછાળા મારી રહી હતી કે અત્યારે જ કાર્યનું મંગળાચરણ કરી દેવું. પણ ઉતાવળ કરવા જતાં કદાચ તાલ બધો બગડી જાય માટે ઉતાવળા સે બાવરા ધીરા સો ગંભિર !
“આપને એ ઉપદેશ સત્ય છે. પ્રભુ ! આપના પસાયથી અમને સદબુદ્ધિ રહે ? આપની ઉપર અમારી ભક્તિ અચળ રહો ?”
તથાસ્તુ?” સાધુએ વરદાન આપ્યું.
સમય પરિપૂર્ણ થવાથી આસપાસ મઠનું અવલોકન કરતી એની સાહેલીઓ આવી પહોંચી એટલે મૂળ વાત ત્યાંથી અટકી પડી. બધું રમણીમંડળ થોડીવાર બેસી ગુરૂને ઉપદેશામૃત શ્રવણ કરી જેમ આવ્યું હતું તેવીજ રીતે વિદાય થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com