________________
(19) એ સિવાય બીજું શું હોય જેથી આપને અચકાવું પડે છે.” મગધથી આવેલા દૂતે સવિનય જણાવ્યું.
છતાં પ્રધાન તો ચૂપચાપ રહ્યો ને કાગળ માધવસિંહ તરફ ધર્યો. માધવસિંહનું હૈયું તો ઉછાળા મારી રહ્યું હતું એને લાગ્યું કે “આ ચતુર પ્રધાન બેલતો નથી માટે નકકી કાંઈ માઠા સમાચાર હશે.” ધ્રુજતે હાથે પ્રધાનના હાથમાંથી કાગળ લઈને પિતે વાંચી જે કાગળ વાંચતાંજ એક રીસ પાડતા “આહ ! આ શું?” કાગલ એણે દૂર ફેંકી દીધો. એનું તેજ ભર્યું ગૌરવદન ગ્લાનિથી છવાઈ ગયું.
સભાની વચમાં પડેલો યમના બંધુ સમો અને વિરથી ભરેલા સંપ સમો એ કાગલ પવનથી મંદમંદ હાલ્યાં કરતા હતો. પણ એ ઝેર ચડવાની ભીતિએ કોઈ પુરૂષની એને અડકવાની તાકાત ન હોતી. સભાએ પ્રધાનને ઝેર ચડેલું જોયું ખુદ માધવસિંહને પણ એ ઝેરે અસર કરેલી જોઈ. જેથી બધાંનાં હૈયાં એ નિર્જીવ એક કાગલનો ટુકડો દેખીને ધ્રુજી રહ્યાં હતાં. માળવાના શુરામાં શૂરા ગણાતા અવંતીના શણગારરૂપ સરદારદ્ધાએ સભામાં હાજર હતા, એમનાં ભયંકર યુદ્ધના તોફાનમાં પણ વા સમાન દ્રઢ અને અભેદ્ય હૈયાં પણ એ કાગળના ટુકડાથી કંપવા લાગ્યાં.
રાજસભાની આવી સ્થીતિ યુવરાજ પણ જોતો હતો કાકાજી? કાગળમાં પિતાજીએ શું લખ્યું છે. કે આપ પણ આમ આભા થઈ ગયા?” યુવરાજના જવાબમાં સામંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com