________________
( ૧૦૩) સખી સમાન હતી તે યુવરાજની પ્રત્યેક ક્ષણે કાળજી રાખતી આ સમયે ધાસ્તીથી એ ધાત્રી રૂદન કરવા લાગી. પ્રત્યેક ક્ષણે એને આફતની શંકા થવા લાગી. “ “કાકાજી! સબુર ! ગમે તે પણ એ પિતાજીને પત્ર છે. પિતાજીના પત્રનું તમે અપમાન કરે છે તે તમે ઠીક કરતા નથી.” બાળયુવરાજે કહ્યું. એમ કહીને એણે કાગળ ઉપાડી લીધે. યમરાજના પ્રિય મિત્ર સમાન એ કાગળ યુવરાજે લઈને દરેક ખુશ સમાચારને અંતે “મા અંયા ” એવા શબ્દો ઉકેલ્યા. એનો ભાવાર્થ પોતે સમજી ગયે. સમ્રાટ ઉપર ભકિત વાળે એ આઠ વર્ષનો બાળક યુવરાજ માધવસિંહ અને મંત્રીઓને ઉદ્દેશીને બોલ્યો. “કાકાજી! ચંદ્રગુ
પ્તના વંશમાં વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેાઈ થયે નથી અને જો હું જ અગ્રેસર થઈને સમ્રાટુની આજ્ઞાને લેપ કરીશ તો મારા આચરેલા માગે બીજા પણ ચાલશે. માટે તમે ઝટ સમ્રાક્ની આજ્ઞાનું પાલન કરે? આ કમનશીબ કુણાલને અંધ કરે ?”
રાજ સભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. સર્વે જણા એક બીજાની સામે જોવા લાગ્યા. જ્યાં હર્ષને અવધિ હતા એમાંથીજ આ આફતને ફણગે ક્યાંથી ફાટી નીકળ્યો?
- યુવરાજ ! જરી સબુર ! અમને શક છે. એમાં કંઈક કાવતરાની ગંધ છે?” એક ચતુરમંત્રીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com