________________
(૧૪) બરાબર છે! એ માટે સમાને ફરી પૂછાવવું જોઈએ !” માધવસિંહે કહ્યું.
નહીં ? બિલકુલ નહીં ? કાગળ ઉપર મહારાજના મહોર છાપ સ્પષ્ટ છે. અક્ષરો પણ એમના હાથનાજ પ્રગટ છે, માટે તમે રાજાના હુકમનું પાલન કરે ? ” યુવરાજે ફરીને કહ્યું.
આખી સભામાં કોલાહલ થયે દરેક જણાના સમજવામાં આવ્યું કે “સમ્રાક્ની યુવરાજને બંધ કરવાની આજ્ઞા થઈ છે?”
પડદામાંથી કુમારની ધાવમાતા દોડી આવી હાવરી જેવી યુવરાજને બાઝા પડી. “હાય ! હાય ! શું મહારાજની આવી આજ્ઞા ?”
માતાજી! કલ્પાંત શામાટે ! પિતાની આજ્ઞા એ પ્રભુ આજ્ઞા છે ! એ આજ્ઞાનું ઉલંઘન હવે નજ થઈ શકે?”
પણ દિકરા ઉતાવળ શા માટે થાય છે એ બધી રાજય ખટપટની પંચાત છે. મહારાજને ફરીને પૂછાવવા દે? એમ કંઈ આંખ ફોડાવાય નહી? હાય હાય ! તારી માતાને હું શું જવાબ દઈશ ! સ્વર્ગમાં રહેલો એનો આત્મા મારી ઉપર દુભાશે !”
“માતા ! પિતાના હકમનું અપમાન થાય જ નહીં. જેવું ભાવી? કાકાજી? તપાવેલા સળીયા લાવી મારી આંખે કેડી નાંખે?” એ નાનકડા યુવરાજનું પર્થ અપાર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com