________________
(૧૦૬ લખતાં ભૂલ કરી છે. આપ રજા આપો તે ઝટે હું એની ખાતરી કરી લાવું, યુવરાજ માટે મહારાજ તો અધ અધર થતા હતા ને વળી આ બલા તે કયાંથી નીકળી પડી જતાં જતાં તે સમાચાર કહી સંભળાવ્યા.
“જે દિકરા ? સમ્રાટની લખવામાં ભૂલ થઇ છે માટે તપાસ કરવા દે? બીજે હકમ આવે ત્યાં લગી સબુર કરે ?” ધાવ માતાએ કહ્યું.
“નહી? તમે બધા રાજાના હુકમનું અપમાન કરવા બેઠાં છો ? પિતાનું વચન હું સત્ય કરી બતાવું તેજ હું પુત્ર ? તમેજ નહોતા કહેતાં કે પિતાનું વચન પાળીને રામ લક્ષ્મણ બાર વર્ષ વનવાસી થયા, માટે ઝટ ધગધગતા સળીયા લાવી આ આંખમાં ચાંપી ?”
જ્યારે કોઈએ એ હુકમને અમલ ન કર્યો ત્યારે પોતાને હાથે લોખંડના સળીયા ધગધગાવી પિતાની બંને આંખમાં બેસી ઘાલ્યા એ ધગધગતા સળીયા આંખમાં જતાંજ એના બે ડેળા તરતજ નીચે નીકળી પડ્યા, એ બાળ યુવરાજ પિતાનું વચન પાળીને અંધ થયે. | સર્વેએ પોતાનું બનતું કર્યું. પણ યુવરાજે કોઈનું કથન. કાનપર ન ધરતાં પિતાનું વચન પાલન કરી બતાવ્યું, રાજ્ય સભામાં કરૂણા રસછવાઈ રહયે, સર્વેની આંખમાં આંસુ હતાં, બધે થતાં નાચ ગાન બંધ થઈ ગયાં ને ઘડીક પહેલાં આનંદમાં. મસ્ત બનેલું અવંતી અગાધ શેકના સમુદ્રમાં વધ્યું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com