SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ '( . મૌન રહ્યો ને ટગર ટગર યુવરાજના સામે જોવા લાગ્યાં ! “મહારાજે શું જોઈ આવી આજ્ઞા કરી હશે! શું લખવામાં ત્યારે ભૂલ થઈ હશે?” એણે મનમાં વિચાર્યું. માધવસિંહને મન રહેલો જેઈ હાથીના બચ્ચાની માફક એ બાળ યુવરાજ સિંહાસન ઉપરથી નીચે ઉતરી કાગળ લેવા ન, યુવરાજને કાગલ ઉચકતા જોઈ માધવસિંહ ચ એકદમ ફાળ ભરી યુવરાજ પાસે આવી એને વિનવ્યા ! “ઓહ યુવરાજ ! મહેરબાની કરી આ કાગળને ના અડકતા? એ ઝેરથી ભરેલા કાગલને અહીં જ દાબી દેવા ! મહારાજ પાસેથી આપણે બીજા સમાચાર મંગાવશું ને સત્ય હકીકત જાણું લેશું.” માધવસિંહની આવી વર્તણુક જોઈ યુવરાજ ચમ બધી સભાનાં હૈયાં કંપ્યાં કે એમાં કંઈક માઠા સમાચાર હતા. પડખે ચકમાં બેઠેલી સુંદરીઓનાં ચંદ્રવદને પણ પડી ગયાં. યુવરાજની ધાવમાતાઓ માધવસિંહનીપ્રિયતમા તેમજ નાગરિકોની રમણીઓ, સખીઓ, દાસીઓ વગેરે બેઠેલી હતી. એ સર્વેના મુખચંદ્ર ઉપર જે ક્ષણ પહેલાં હર્ષની જયોતિ ચમકતી હતી તે અદશ્ય થઈને હૈયામાં ધ્રાસ્કો પડ્યો. ધાત્રીઓ યુવરાજનું મંગલ ઈચ્છતી અલા બલા દુર કરતી એનું શુભ ચાહવા લાગી. રાણુંએ મરતા મરતાં એક ધાત્રીને ખાસ ભલામણ કરેલી, અને જે મરનારની પ્રાણપ્રિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy