________________
હતા. રાજના નાના મોટા અમલદારે યુવરાજની આગળ ભેટયું મુકીને પોત પોતાનું આસન લેતા હતા. નગરશેઠ, બીજા શેઠ શાહકાર વગેરે પણ યુવરાજને ભેટ વગેરેથી બહુ માન કરતા હતા.
રાજ્ય તરફથીજ આજે આનંદનો દિવસ હોવાથી શહેરેમાં અનેક જગાએ નાચ, તમાસાના દેખાવો કરવામાં આવ્યા હતા. કયાંક સંગીતનાં મધુરાં સ્વગીય ગાન છુટી રહ્યા હતાં. કયાંક મશ્કરાઓ અનેક પ્રકારે હાસ્ય રસની વાતે કરી, પ્રેક્ષકોનાં દિલ રંજન કરી રહ્યા હતા. સમૃદ્ધિમાં ગર્વિષ્ઠ બનેલું અવંતી આનંદમાં મસ્ત બની આજે સ્વર્ગીય શેભાની સ્પર્ધા કરી રહ્યું હતું.
દક્ષિણના લાલચુ બ્રાહ્મણને અનેક પ્રકારે રાજ્ય તરફથી દાન દેવામાં આવ્યાં. ગરીબ લુલા, અપંગ, અંધવિગેરે અને નિરાશ્રિત જનોને ભાવતું ભેજન જમાડી સંતોષવામાં આવ્યા. યુવરાજના શુભ નિમિત્તે સારી રીતે યશદાન, કીર્તિદાન અને ઉચિતદાન કરવામાં આવ્યાં. અહિંસા પ્રધાનને જમાનો હોવાથી સર્વત્ર અમારી પટહ વગડાવી–અહિંસાની આણ પ્રવર્તાવી સર્વે જીવોને અભયદાન દેવામાં પણ આવ્યાં હતાં. એ વિવેકી જને સુપાત્રની ભક્તિ કરવાને પણ ભૂલ્યા નહોતા. જેથી રંકથી તે રાય પર્યત, સર્વ કે આજે આનં. દમાં હતું. - યુવરાજ કુણાલ ઉપર સમ્રા અસાધારણ પ્રેમ એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com