________________
( ૮૯ ). આવતાં જ પાટલીપુત્રમાં “એક નરકાસ્થાન બનાવ્યું હતું. એણે એક મેટા મેદાનમાં ચારે બાજુએ મજબુત દીવાલો ચણીને અંદર ધારવાલાં ચક્રો, ધગધગતા લેહના થંભાએ, તેલની ઉકળતી કડા, વગેરે ગોઠવ્યાં હતાં. પરમાધામીજમડાઓની જગા એમના સીપાહીઓએ લીધી હતી. જે કઈ ગુન્હેગારને ગુન્હો સાબીત થતો એને આ જાગતા જમડાઓ આ નરકાલયમાં લાવી વિવિધ યાતના પમાડી મારી નાખતા. શરૂઆતમાં ગુન્હેગારો માટે આ નરકાલય હતું પણ પાછળથી જે કઈ જાણે અજાણે આ સ્થાન ઉપર આવી ચડતાં એને પણ એ જમડાઓ બુરી રીતે નરકાલયમાં લાવીને મારી નાખતા હતા.
એક વખત કોઈ કારણસર બુદ્ધધર્મને કોઈ ભિક્ષક ત્યાં જઈ ચડયો. આ સ્થાન પાસે આવતાં જ પેલા જાગતા પરમાધામીએ એને પકડીને અંદર લઈ ગયા. એને મારી નાખવાની તૈયારી કરવા લાગ્યા. ભિક્ષુકે એ પરમાધામિઓને કહ્યું કે-“મરી ગયા પહેલાં મને ઈશ્વરની સ્તુતિ કરવાને બેઘડીની રાજા આપવી. પછી તમારે જે કરવું હોય તે સુખેથી કરે?”
આ બેઘડી દરમિયાન એક બીજે માણસ ત્યાં ફસાઈ પ. નરકાલયના રખેવાળાએ એને પકડી લાવી એક ચક ઉપર ચડાવી એનું માથું કાપી નાખ્યું. આ ભયંકર દેખાવ જોઇ પેલા ભિક્ષુનું હદય તો વીંધાઈ ગયું. શરીરની નાશવંત સ્થિતિ જોતાં એ નરકાલયની યાતનાનું નિરિક્ષણ કરતાં એને વૈરાગ્ય આવ્યે વૈરાગ્ય અને ઈશ્વરની સ્તુતિ કરતા એ સાધુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com