________________
( ૯૩ ) કેદ પકડાયા હતા. કલિંગ દેશમાં દરેક ઘેર રડારોળ થઈ હતી નરહત્યાકાંડની આ કેલાહલે અશેકના વા સમા યહાને હચ મચાવ્યું એણે જોયું તે આખે કલિંક દેશ બેફાટ રૂદનમાં તરબોળ હતો. કોઈનો ભાઈ તે કોઈને દીકરો એમ સર્વ કઈ યુદ્ધની આગમાં બળીને ભસ્મ થઈ ગયા હતા એ ઉષ્ણ રાખ ઉપર યુદ્ધ બંધ થતાં ઘેર ઘેર ઉષ્ણ આંસુ પડતાં અશોકે નિહા
ન્યાં. એનું હદય કમકમ્યું, “આહા ! કયા સુખની ખાતર એણે કલિંગની સ્વતંત્રતાને નાશ કર્યો હતો. લાખ કલિંગવાસીની જંદગીને નાશ કરવામાં તે પોતે જોખમદાર હતો. હા! હિંસા યુકત એવી આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર થાઓ એવા પરાક્રમને ધિક્કાર થાઓ? કે આત્માને અજ્ઞાન માગે ખેંચી જઈ અનેક પ્રકારનાં પાપકર્મ કરાવી. નરકગતિમાં લઈ જાય છે. આવા મેટો નરહત્યાકાંડ કરી મારે કયી દુર્ગતિએ જવાનું હતું. અજાતશત્રુએ ત્રણખંડનું રાજ્ય જીતી ભરતાર્ધના સર્વે રાજાઓને તાબેદાર બનાવ્યા છતાં આ પૃથ્વી એની ન થઈ. ગ્રીક સરદાર, સિકંદરે દુન્યા જીતીને મોટું રાજ્ય સ્થાપ્યું પણ આ પૃથ્વી એની સાથે પણ ન ગઈ તો શું મારી સાથે આવશે? ખરેખર મેં કલિંગની શોભા નષ્ટ કરી એ સારું કર્યું નહીં. ” ઈત્યાદિક એને ઘણે પશ્ચાતાપ થયે. આ છેલ્લી વિજય યાત્રા કરી એણે પિતાની તલવાર મ્યાન કરી. યુદ્ધને નમસ્કાર કર્યો. શિકારપણ તજી દીધો. માંસપણુ છોડયું. ને રાજ્યમાં બહાર ફરવા નિકળવું તો પ્રજાના સુખને માટે ?
એવી પ્રતિજ્ઞા કરી. કલિંગની વ્યવસ્થા કરી પોતાના તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com