________________
( ૮૭ ) ભાવરહીત નટની પેઠે સુબંધુ તે પછી મુનિ થઈ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો એ અભવી પાપિષ્ટ સુબંધુ અનંતાભવ સંસારમાં ભમશે.
પકરણ ૧૧ મું.
મહાન અશોક. સમ્રાટ ચંદ્રગુપ્ત મેળવેલું વિશાળ રાજ્ય બિંદુસારે વ્યવસ્થાપૂર્વક સંભાળી રાખ્યું આ રાજાને કાલ શાંતિમાં ગયે હતે, દીર્ધકાલ પર્યત રાજ્ય ચલાવીને ચંદ્રગુપ્ત રાજ્યની જડ મજબુત કરેલી એનું ફલ બિંદુસારે સારી રીતે ભગવ્યું. ઈતિહાસ દષ્ટિએ ઈ. સ. પૂર્વે ૨૯૨ માં બિંદુસાર ગાદી ઉપર આવ્યા. જૈન ઇતિહાસ જોતાં શ્રી મહાવીર પછી ૨૩પ વર્ષે બિંદુસાર મગધેશ્વર થયે. ઈ. સ. પૂર્વે ર૭૨ સુધી ભારતનું સામ્રાજ્ય બિંદુસારે ભગવ્યું. ચંદ્રગુપ્તના સમયમાં એના પુત્રો જેમ બીજા પ્રાંતના સુબાઓ હતા તેમ બિંદુસારના પુત્રો પણ મોટા મોટા પ્રાંતના સુબાઓ હતા. બિંદુસારને ઘણું પુત્ર હતા. એમાં અશેક નામે પણ એક પુત્ર હતે. અશોક કદરૂપો પણ બહાફર હતો,બાળપણથી એ તોફાની હવાથી એના પિતાને એ ગમતે નહી. જેથી એને ઉજજન, માળવાની સુભાગિરિ આપી ત્યાં મોકલી છે. પછી એને રતાશીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com