________________
( ૮૩ ) મનમાં ચિંતવ્યું કે “ચાણક્ય જે પાછો આવશે તે ખરેખર મારાં સ્વજન કુટુંબ સહિત મારૂં જડમૂળ ઉખેડી નાખશે. માટે હું જ એનું કાસળ કાઢી નાખું?”
આવા કુવિકલપથી રાજા પાસે આવીને આડંબર સહિત એની પૂજા કરવાની રજા માંગી. “હે ભગવન ? મેં ચાણ જ્યને અપરાધ કર્યો છે તે તેના પ્રાયશ્ચિત સારૂં તેની હું પૂજા કરૂં?”
રાજાની બીજીવાની આજ્ઞા મેળવી એ દુષ્ટ સુબંધુએ અનશનમાં રહેલા ચાણક્ય પાસે આવીને આડંબરથી પૂજા કરવા લાગ્યો સંધ્યાકાળે ચાણક્યની પૂજા કરી તે સુબંધુ શુષ્ક છાણમાં ધુપને અંગારે નાંખી ચાલ્યા ગયે.
વાયુના જોરથી સુકા છાણામાં એ અંગારે ધુંધવાઈને પ્રદીપ્ત થયે. એ અગ્નિથી ચાણક્ય દગ્ધ થવા લાગ્યા પણ એના જીવનરૂપ એને શુદ્ધભાવ તો અખંડિત રહ્યો એની શુભ ભાવના વૃદ્ધિ પામવા લાગી. “હે જીવ? વિષ્ટા, મુત્ર, મળ, પસીનો અને દુધથી ભરેલા આ શરીર ઉપર તું પ્રીતિ ન કર ? કેમકે આ શરીર તો ગમે ત્યારે એક દિવસ અગ્નિમાં બળવાનું છે. એ કાંઈ આત્માની પાછળ જતું નથી પણ આત્માએ કરેલાં શુભાશુભ કર્મો જ એની સાથે જાય છે, માટે પૂર્વે કરેલાં દુષ્કર્મોને આ સમયે ભોગવીને એ થકી મુક્ત થા ! અને સમભાવમાં રહે? કેમકે અત્યારે હિંસા, મૃષાવાદ, ચોરી, મિથુન અને પરિગ્રહ તેમજ ચારે પ્રકારના આહારનાં તે ત્રિવિધે, મન, વચનને કાયાવડે પશ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com